- NDAની રચના 1998માં અડવાણીએ કરી હતી, અટલ બિહારી વાજપેઈ પહેલા ચેરમેન હતા, હાલમાં અમિત શાહ છે
- NDAના ઘટક દળે અત્યાર સુધી સાથે મળીને 6 લોકસભા ચૂંટણી લડી છે, 2019ની સામાન્ય ચૂંટણીમાં 21 દળ સાથે હતા
Divyabhaskar.com
Sep 19, 2020, 03:16 PM ISTખેડૂતોના મુદ્દે NDAના સૌથી જૂના સાથી શિરોમણિ અકાલી દળે પોતાની આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા બતાવી છે. NDA સરકારમાં અકાલી દળના એક માત્ર કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું છે. આગામી સમયમાં અકાલી દળ NDAનો હિસ્સો રહેશે કે નહીં? આ અંગે પાર્ટીના પ્રમુખ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે તેનો નિર્ણય પછી લેવામાં આવશે.
અકાલી દળ જો NDAનો સાથે છોડે છે તો આ સૌથી જૂનો અને એક માત્ર સાથી પક્ષ હશે, જે બહાર નીકળે જશે. NDA બન્યું તેને 22 વર્ષ થયા છે. આ 22 વર્ષમાં 29 પક્ષોએ NDA સાથે છેડો ફાડ્યો છે. NDAના ફાઉન્ડેશનના સભ્યો પણ છે. હવે માત્ર પ્રકાશ સિંહ બાદલની અકાલી દળ જ છે. હાલમાં NDAમાં 26 પક્ષ છે.
તો જાણીએ અટલ બિહારી વાજપેઈ તથા લાલ કૃષ્ણ અડવાણીએ NDA બનાવ્યું ત્યારથી લઈ અકાલી નેતા હરસમિરત કૌરનું રાજીનામું પડ્યું ત્યાં સુધીની પૂરી વાત. જાણીએ કે બે દાયકામાં NDA કેટલું મજબૂત બન્યું અને કેટલું નબળું? કોણ આવ્યું અને કોણ ગયું?