• Home
  • International
  • Lockdown reduces stress in a joint family; Internet usage increased in rural areas, consumption of 18 thousand TB of data

કોરોના સમયનો સર્વે / લોકડાઉનમાં સંયુક્ત પરિવારમાં તણાવ ઓછો; ગ્રામીણ ક્ષેત્રોમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો, 18 હજાર ટીબી ડેટાનો વપરાશ

Lockdown reduces stress in a joint family; Internet usage increased in rural areas, consumption of 18 thousand TB of data
X
Lockdown reduces stress in a joint family; Internet usage increased in rural areas, consumption of 18 thousand TB of data

  • પરિવાર અને ઓનલાઈન એજ્યુકેશનને લઈને IIM-ઈન્દોરના પ્રોફેસરનો સર્વે
  • લોકડાઉન બાદ ઈન્ટરનેટના વપરાશમાં વધારો, ડેટા ઈન્ફોસિસ લિમિટેડનો રિસર્ચ

Divyabhaskar.com

Jul 01, 2020, 03:45 PM IST

દેશમાં લોકડાઉન લાગુ થયા બાદ ઈન્ટરનેટના ઉપયોગમાં તેજી આવી છે. વર્ક ફ્રોર્મ હોમ, ઓનલાઈન એજ્યુકેશનથી લઈને યુટયુબ-વેબ સિરિઝ માટે ઈન્ટરનેટનો ઘણો વપરાશ થયો છે. આ રિસર્ચ ઈન્ફોસિસ લિમિટેડના રિસર્ચે બહાર પાડ્યું છે. તે મુજબ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ઈન્ટરનેટનો ઉપયોગ પહેલાની સરખામણીએ બે ગણો થયો છે. બીજી તરફ આઈઆઈએમ ઈન્દોરના બે પ્રોફેસરોએ લોકડાઉન અને તણાવને લઈને પણ સર્વે કર્યો છે. તેમાં સંયુક્ત  પરિવારમાં વિભકત પરિવારની સરખામણીએ તણાવ ઓછો રહ્યો હોવાની વાત પ્રકાશમાં આવી છે. વાંચો બંને રિપોર્ટ...

રિપોર્ટ 1ઃ લોકડાઉનમાં રોજ 18 હજાર ટીબી ડેટાનો વપરાશ
કોરોના સંક્રમણથી બચવા લોકડાઉન લાગુ થયા બાદ ઈન્ટરનેટના વપરાશમાં વધારો પ્રકાશમાં આવ્યો છે. વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન એજ્યુકેશનથી લઈને યુટ્યુબ-વેબ સીરીઝ માટે ઈન્ટરનેટનો ઉપયોગ થયો. આ દરમિયાન લોકોએ ઈન્ટરનેટ પર સૌથી વધુ ડેટા વેબિનાર અને વેબ સીરીઝ માટે વાપર્યો છે. ઈન્ટરનેટ પર કોરોના સાથે જોડાયેલા વીડિયો પણ ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યા. રિસર્ચના જણાવ્યા મુજબ, લોકડાઉન દરમિયાન અધિકતમ 15થી 18 હજાર ટીબી ડેટાનો વપરાશ પ્રત્યેક દિવસે થયો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી