અર્નબ જેલમાં જ રહેશે / 5 દિવસથી જેલમાં રહેલા અર્નબ ગોસ્વામીને જામીન નહીં, હાઇકોર્ટે કહ્યું- નીચલી અદાલતમાં અપીલ કરો

Arnab Goswami jailed for 5 days, not granted bail: HC
X
Arnab Goswami jailed for 5 days, not granted bail: HC

  • મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. શનિવારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે તેણે નિયત સમયમાં અપીલ કરવી પડશે. એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે નવેમ્બર 4ના રોજ ધરપકડ કરી હતી.

Divyabhaskar.com

Nov 09, 2020, 04:58 PM IST

રાજ્યપાલે અર્નબની સુરક્ષા અંગે ગૃહમંત્રી સાથે વાત કરીમહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્નબના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. એ જ સમયે તેમણે ગૃહમંત્રીને કહ્યું હતું કે અર્નબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.

પોલીસે કહ્યું- અર્નબે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ ફોનનો ઉપયોગ કર્યોરાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યાર બાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરન્ટીન સેન્ટર (અસ્થાયી જેલ)માં રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી