ભાજપમાં ખુશી, કોંગ્રેસમાં ગમ / ગાંધીનગર કમલમમાં દિવાળી, ભાજપના નેતાઓ ગરબે ઘુમ્યા, સીએમ, સી.આર અને ગૃહરાજ્ય મંત્રી કમલમ પહોંચ્યા, કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ

BJP crowd in Gandhinagar Kamalam, Congress office Khalikham, Vijay Mahotsav to be held at Kamalam at 12 noon
X
BJP crowd in Gandhinagar Kamalam, Congress office Khalikham, Vijay Mahotsav to be held at Kamalam at 12 noon

Divyabhaskar.com

Nov 10, 2020, 02:07 PM IST

ગાંધીનગર. બિહાર વિધાનસભા અને ગુજરાતની પેટા ચૂંટણીના રિઝલ્ટ આવતાની સાથે ભાજપ અને કોંગ્રેસ કાર્યાલય તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. કમલમમાં આજે સવારે રિઝલ્ટ આવ્યા તેની સાથે ઢોલ નગારા અને ઉત્સવ જેવો માહોલ હતો. જ્યારે પાલડીના કોંગ્રેસ કાર્યાલય પર સવારથી કોઈ ફરક્યું પણ નથી. હાલમાં Cm રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા કમલમ પહોંચ્યા છે. ભાજપના નેતાઓ ગરબે ઘુમી જીતનો વિજયોત્સવ ઉજવ્યો.

કમલમ કાર્યાલય ખાતે આજે સવારથી ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થવા લાગ્યા હતાં અને 12 વાગ્યા સુધીમાં ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપને તમામ સીટ પર સરસાઈ મળી રહી હતી. જેથી કમલમ ખાતે જશ્નનો માહોલ સર્જાયો હતો. અને ટોચના નેતાઓ પણ પહોંચી ગયા હતા. બીજી તરફ કોંગ્રેસ ઓફિસ ખાતે સવારથી કોઈ ફરક્યું નહિ અને કોઈ નેતા પણ આવ્યું નહિ. જેથી કોંગ્રેસ ઓફિસ ખાલીખમ જોવા મળી હતી.

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની 3 નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણી માટે મંગળવારે મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ થઇ છે. સૌથી પહેલા બેલેટ પેપરની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. લીંબડી, ધારી, કરજણ, અબડાસા, ગઢડા, કપરાડા અને ડાંગ બેઠકમાં ભાજપ આગળ છે. મોરબી બેઠક પર કોંગ્રેસ આગળ છે. હાલમાં ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોની ભીડ જામી છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યું છે. આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાનમથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી ઇવીએમની સંખ્યા પણ વધી છે, જેને કારણે મતગણતરીના રાઉન્ડ પણ વધારવામાં આવ્યા છે, જેથી પરિણામ દોઢથી બે કલાક જેટલું વિલંબથી આવશે. ચિત્ર સ્પષ્ટ થતાં બપોરે 12થી 2 વાગે એવી પણ શક્યતા છે.

કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોનો ઘસારો
ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોની ભીડ જામી છે
12 વાગે કમલમ ખાતે વિજય મહોત્સવ યોજાશે
અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર કોઈ ફરકતું દેખાતું નથી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી