પાટીલની જીત ફોર્મ્યુલા / ​​​​​​​પ્રચારની સાથે પક્ષ પ્રમુખથી માંડીને પેજ પ્રમુખ સુધીનું માઇક્રો ઇલેકશન મેનેજમેન્ટ

C R Patil victory formula, Micro election management from party president to page president with campaign
X
C R Patil victory formula, Micro election management from party president to page president with campaign

  • કમલમ કાર્યાલયથી મતદારોના ઘર સુધી નેતાઓ, કાર્યકરોની ફોજ ઉતારી, સતત સંપર્ક સેતુ બનાવવામાં આવ્યો
  • સાંસદ હોય કે ધારાસભ્ય તમામને ચૂંટણી કામગીરીમાં જોડી, અલગ અલગ ચોક્કસ જવાબદારીઓ સોંપવામાં આવી
  • કોણ છે પેજ પ્રમુખ? દરેક મતદાર યાદીના એક પેજનો એક પ્રમુખ બનાવ્યો,જેની જવાબદારી એક પેજના 30 મતદારોને સાચવવાની જ હતી

Divyabhaskar.com

Nov 10, 2020, 03:57 PM IST

ગાંધીનગર. ગુજરાતમાં વિવિધ ચૂંટણીઓમાં ભાજપના થઇ રહેલા ધોવાણ બાદ પક્ષ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણુંક કરવામાં આવી હતી. ચૂંટણી મેનેજમેન્ટમાં માહેર પાટીલ પાસે સત્તા આવતા જ વિધાનસભાની પેટા ચૂંટણી આવી હતી, જેમાં તમામ 8 બેઠકો કોંગ્રેસ પાસેથી ખૂંચવી લઈને પાટીલે પ્રુવ કરી દીધું હતું, પાટીલની ચૂંટણી સ્ટેટજીમાં મુખ્યત્વે પક્ષ પ્રમુખથી પેજ પ્રમુખ ની ફોર્મ્યુલા રહી હતી.

'મૉડેલ સ્ટેટ' ગુજરાતમાં જ 2014 પછી ભાજપનું ધોવાણ થવા લાગ્યું હતું
ગુજરાત ભાજપની સંગઠન શક્તિ અને પક્ષના પ્રદેશ પ્રમુખથી પેજ પ્રમુખ સુધીના માળખાને દેશના અન્ય રાજ્યોમાં લાગુ કરીને લોકસભાની બે ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાઓ મળી હતી ત્યારે, ભાજપ સંગઠનના 'મૉડેલ સ્ટેટ' ગુજરાતમાં જ 2014 પછી ભાજપનું ધોવાણ થવા લાગ્યું હતું, પરિણામે દેશના બીજા રાજ્યોમાં ગુજરાત મોડેલને લાગુ કરાવવામાં મુખ્ય ભૂમિકા નિભાવનાર સી.આર.પાટીલને જ ગુજરાત ભાજપ સંગઠનની કમાન સોંપી દેવામાં આવ્યા બાદ પાટીલ ફરી એકવાર ભાજપ સંગઠનને દેશનું મોડેલ બનાવવા આકરા નિર્ણયો લેવા લાગ્યા છે.

પેજ પ્રમુખ એટલે શું???
ગુજરાત ભાજપ સંગઠનમાં સૌ પ્રથમ વખત પેજ પ્રમુખો ની નિમણૂક કરવામાં આવી હતી, આ પેજ પ્રમુખ એટલે દરેક વિસ્તારની મતદાર યાદી જે ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવે તે મતદાર યાદીના એક એક પેજના પ્રમુખની નિમણુંક કરવામાં આવે, આ એક પેજમાં 30 મતદારના નામ હોય છે, એટલે કે એક પેજ પ્રમુખ એ માત્ર એજ પેજના 30 મતદારો સાથે સતત અને સીધો સંપર્ક મતદાનના દિવસ સુધી રાખવાનો અને મતદાનના દિવસે આ 30 મતદારોને મત આપવા મોકલવા સુધીની જવાબદારી પેજ પ્રમુખ ને સોંપવામાં આવે છે, સામાન્ય રીતે આ પેજ પ્રમુખ જેતે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળ નો જ કાર્યકર હોય છે જેથી તે એક પેજના મતદારો સાથે સંપર્કમાં જ હોય છે, એટલું જ નહીં ચૂંટણી દરમિયાન આવા લાખો પેજ પ્રમુખો સાથે પ્રદેશ પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.

2022 ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે: પાટીલ
અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન સી.આર.પાટીલ સ્પષ્ટ કહ્યું હતું કે,‘તમેં મને પેજ જીતાડી આપો હું ગુજરાતમાં ભાજપ માટે 182 ધારાસભા બેઠકનો લક્ષ્યાંક રાખું છું.’સી.આર.પાટીલે વિધાનસભાની પેટાચૂંટણીથી શરૂ કરેલી આ વ્યૂહરચના હવે આગામી મહાનગરપાલિકા,જિલ્લા તાલુકા પંચાયત અને 2022 ની વિધાનસભા ચૂંટણી સુધીનો રોડ મેપ તૈયાર કરી દીધો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી