- હરિભક્તોએ ઘરે બેસી ભગવાનની કથા વાર્તા કરી હિંડોળા કર્યા
Divyabhaskar.com
Sep 15, 2020, 03:09 PM ISTસુરત. મહામારી કોરોનાના કારણે ભગવાન સ્વામિનારાયણ ના દેશ-વિદેશમાં કરોડો અનુયાયીઓ તેમના પ્રાગટ્ય દિન નિમિત્તે ભજન સત્સંગ કથા વાર્તા કીર્તન હિંડોળા વગેરે ઘેરબેઠા જ કરી રહ્યા છે . વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુળ સુરત તેમજ રાજકોટ જૂનાગઢ નવસારી નીલકંઠ ધામ પોઇચા વર્ણીન્દ્રધામ પાટડી મુંબઈ અમેરિકા લન્ડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા જનર્મની, હોગ કોંગ વગેરે દેશોમાં ગુરુકુલ પરિવારના ભક્તો પણ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આદેશ અનુસાર ઘેર બેઠા યજ્ઞ હિંડોળા વગેરે દ્વારા ભગવાનના પ્રાગટ્યને વધાવી રહેલા છે.ગુરૂકુળમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો.
છપૈયામાં ભગવાન અવતર્યા
અયોધ્યામાં ભગવાન રામચંદ્રજી અને તેમની બાજુમાં છપૈયા ગામે ભગવાન સ્વામિનારાયણનું આજના દિવસે પૃથ્વી પર અવતરણ થયું હતું. ભગવાન સ્વામિનારાયણ આજથી 239 વર્ષ પહેલા ચૈત્ર સુદ 9, સંવત ૧૮૩૭ તારીખ 2જી એપ્રિલ1781 ને સોમવાર ને દિવસે છપૈયા ગામે વિદ્વાન પવિત્ર ધર્મદેવ પાંડે, માતા ભક્તિદેવીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. 11 વર્ષ છપૈયા તથા અયોધ્યામાં રહ્યા. 7 વર્ષ વન વિચરણ કરી 12000 કિલોમીટરની દેશના તીર્થોની યાત્રા કરી, સૌરાષ્ટ્રમાં પધાર્યા. અહીંયા 30 વર્ષ રહીને તેમણે ધર્મના સ્થાપનને અર્થે 3000 જેટલા પરમહંસો સાધુઓ અને એ સમયે દોઢ લાખ ઉપરાંત ધર્મ નિયમ પાળનારા સદાચારી નિર્વ્યસની હરિભક્તો તૈયાર કર્યા.