શિક્ષણ / વિદ્યાર્થીઓ ન મળતા GTU સંલગ્ન 2 MBA અને 2 ફાર્મસી મળી 6 કોલેજો બંધ થશે, એન્જિનિયરિંગની 30 હજાર બેઠકો ખાલી

DivyaBhaskar

May 15, 2019, 04:43 PM IST
6 colleges including pharmacy and MBA will be shut down sending closing notice to GTU

 • 2 ફાર્મસી અને 2 મેનેજમેન્ટ કોલેજોને વિદ્યાર્થીઓ મળતા ન હતા
 • એક એન્જિનિયરિંગ અને એક એમસીએ કોલેજ પણ બંધ થશે

ગાંધીનગર: ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની 6 કોલેજોએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે યુનિવર્સિટીને ક્લોઝર નોટિસ મોકલી છે. વિદ્યાર્થીઓ ન મળતાં કોલેજોએ કોલેજ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં રાજ્યમાં 30 હજાર જેટલી બેઠકો ખાલી રહેશે.
એન્જિનિયરિંગ કોલેજોમાં બેઠકો સામે વિદ્યાર્થી ઓછા
આ વર્ષે સાયન્સમાં 1.46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 95 હજાર જ પાસ થયા હતા. તે પૈકી A ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 39 હજાર હતી. તેમાંથી 45 ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે. ઉપરાંત 39 હજારમાંથી કેટલાકને બીએસસીમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં 61 હજાર બેઠકો સામે રાજ્યમાંથી 39 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.
જીટીયુ સંલગ્ન આ કોલેજો બંધ થશે
રત્નમણી ફાર્મસી કોલેજ, ક્રિષ્ણા કેમ્પસ, શંખલપુર બેચરાજી, મહેસાણા
આઈકે પટેલ કોલેજ ઓફ ફાર્મ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હાજીપુર હિંમતનગર
ગોલ્ડન જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી સિધ્ધપુર પાટણ
મુરલીધર ગ્રૂપ ઓફ ઈન્ટિટ્યુશન રાજકોટ
શ્રી બ્રહ્માનંદ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જૂનાગઢ
એફ ડી મુબિન ડિગ્રી કોલેજ ઓફ એન્જિનિયરિંગ

X
6 colleges including pharmacy and MBA will be shut down sending closing notice to GTU
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી