એનાલિસીસ / ભાજપ- કોંગ્રેસના 83 ટકાથી વધારે ઉમેદવારો કરોડપતિ, AAPના 60 ટકા ઉમેદવારો કરોડપતિ

BJP-Congress 83 percent of Congress candidates, 60 percent of AAP candidates crorepatis
X
BJP-Congress 83 percent of Congress candidates, 60 percent of AAP candidates crorepatis

Divyabhaskar

May 15, 2019, 04:58 PM IST

નેશનલ ડેસ્કઃ 2019ની લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો પર નજર કરવામાં આવે તો ચોંકવનારા આંકડાઓ સામે આવી રહ્યાં છે. ટુડે ડેટા ઈન્ટેલિજેન્સ યુનિટે તમામ ઉમેદવારોના સોગંદનામાના આધારે રિસર્ચ કરતા એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના આંકડાઓ પ્રમાણે 30 ટકા ઉમેદવારો પાસે એક કરોડથી વધારેની સંપત્તિ છે. આ ચૂંટણીમાં સૌથી વધારે કરોડપતિઓને ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 363 કરોડપતિઓને ટિકિટ આપી છે. બીજો નંબર કોંગ્રેસનો આવે છે. જેને કુલ 349 કરોપતિઓને ટિકિટ આપી છે. માયાવતીની બસપાએ 129 કરોડપતિઓને ટિકિટ આપી છે.

સૌથી અમીર કોણ?

સંખ્યાના મામલામાં ભાજપ, કોંગ્રેસ અને બસપાએ સૌથી વધારે કરોડપતિઓને ટિકિટ આપી છે. જો ટકાવારીની વાત કરવામાં આવે તો ઘણી પાર્ટીઓ છે જે આ ત્રણેયને પાછળ મુકી દે તેવી છે. એક તપાસમાં સામે આવ્યું છે કે ત્રણ પાર્ટીઓ એવી છે જેને ફક્ત કરોડપતિઓને જ ટિકિટ આપી છે. આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટી(TDP, પંજાબની શિરોમણી અકાલી દળ(SAD) અને તમિલનાડુની ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમના તમામ ઉમેદવારોની સંપત્તિ એક કરોડથી વધારે છે. 

આ ત્રણ પાર્ટીઓ બાદ તમિલાનડુની પાર્ટી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) નો નંબર આવે છે, જેના 96 ટકા ઉમેદવારો કરોડપતિ છે. રાષ્ટ્રીય જનતા દળે (RJD) પણ 90.4 ટકા કરોડપતિ ઉમેદવારો ઉતાર્યા છે. આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસના 88 ટકા ઉમેદવારો કરોડપતિ છે. ભાજપના કુલ ઉમેદવારોમાં કરોડપતિઓની ટકાવારી 83.4 ટકા છે. જ્યારે કોંગ્રેસના 83.1 ટકા ઉમેદવારો કરોડપતિ છે. બસપાના 129 ઉમેદવારો કરોડપતિ છે. પરંતુ તે તેના કુલ ઉમેદવારોના 33.8 ટકા છે. આ પ્રકારે ટકાવારી પ્રમાણે બસપા પાસે સૌથી ઓછા કરોડ પતિ ઉમેદવારો છે. 
 

3. આ પક્ષો પાસે સૌથી વધારે ધન

અપક્ષ ઉમેદવારોમાં કરોડપતિઓની ટકાવારી 13.7 ટકા છે. ચોંકવનારી વાત તો એ છે કે સામાન્ય માણસ એટલે કે આમ આદમીના રાજકારણનો દાવો કરનારી પાર્ટી પાસે પણ 60 ટકા ઉમેદવારો કરોડપતિ છે. 

4. કોણ છે ટોપ-10 કરોડપતિ?

ટોપ 10 કરોડપતિ ઉમેદવારોની વાત કરવામાં આવે તો તેમાંથી 6 ઉમેદવારો કોંગ્રેસના છે. આ ઉપરાંત 2 YSR કોંગ્રેસના, એક ટીડીપી અને એક અપક્ષ ઉમેદવાર છે. આ ચૂંટણીમાં બિહારના પાટલીપુત્રથી અપક્ષ ઉમેદવાર રમેશકુમાર શર્મા સૌથી વધારે ધનવાન ઉમેદવાર છે. તેમને પોતાની કુલ સંપત્તિ 1,107 કરોડ જાહેર કરી છે. ત્યારબાદ તેલંગાણામાં કોંગ્રેસના કેવી રેડ્ડી બીજા નંબર પર છે. જેમની કુલ સંપત્તિ 895 કરોડ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવાર 660 કરોડ છે. તમિલનાડુના એચ વસંતકુમારની કુલ સંપત્તિ 417 કરોડ છે. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાની કુલ સંપત્તિ 374 કરોડ છે. 

આ ટોપ 10 કરોડપતિઓમાંથી સાત  એવા જેમની શૈક્ષણિક લાયકાત સ્નાતક સુધીની જ છે. આ ઉપરાંત બે 12મું પાસ છે અને એક ફક્ત 10મું પાસ છે. આ ટોપ 10માંથી 8 ઉમેદવારો બિઝનેસ સાથે પણ જોડાયેલા છે.એક ઉમેદવાર પગારદાર અને રાજકારણમાં છે. 

6. કયા રાજ્યમાં સૌથી વધારે કરોડપતિઓ?

અરુણાચલ પ્રદેશમાં કરોડપતિ ઉમેદવારોની સંખ્યા વધારે છે. આ રાજ્યમાંથી કુલ 12 ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 10 કરોડપતિ છે. ત્યારબાદ મેઘાલય, મિઝોરમ, દમણ  અને દીવ , લક્ષદ્ધીપ  અને નાગાલેન્ડ છે. જો કે આ રાજ્યોમાં બેઠકો ઓછી થવાના કારણે ઉમેદવારોની સંખ્યા પણ ઓછી છે. જેના કારણે ટકાવારીમાં આ રાજ્યોમાં સૌથી વધારે કરોડપતિઓ છે. મોટા રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર 48 ટકા, હિમાચલ પ્રદેશ 4 ટકા , ઉત્તરાખંડ 42 ટકા , આંધ્રપ્રદેશ 42 ટકા, હરિયાણા 39 ટકા અને ઉત્તરપ્રદેશ 38 ટકા ધનિક ઉમેદવારો સાથે ટોપ પર છે. 

તેલંગાણા એવું રાજ્ય છે જ્યાં સૌથી ઓછા ધનિક ઉમેદવારો છે. તેલંગાણામાં ફક્ત 17.5 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે ગુજરાતમાં 20 ટકા ઉમેદવારો કરોડપતિ છે. કેરળમાં 21 ટકા , ત્રિપુરામાં 21 ટકા , તમિલનાડુમાં 23 ટકા અને છત્તીસગઢમાં 23 ટકા ઉમેદવારો કરોડપતિ છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી