ડિફેન્સ પ્રોડક્શન / ભારત સ્વદેશી મિસાઇલ સાઉથઇસ્ટ એશિયા અને ગલ્ફ દેશોને નિકાસ કરશે, સરકારની મંજૂરીની રાહ

divyabhaskar.com

May 15, 2019, 05:07 PM IST
India set to export first batch of missiles

 • બ્રહ્મોસ એરોસ્પેસ કંપનીએ આઇએમડીઇએક્સ એશિયા એક્ઝિબિશન 2019માં જાણકારી આપી 
 • બ્રહ્મોસના ચીફ જનરલ મેનેજરે કહ્યું, અનેક દેશ અમારી પાસેથી મિસાઇલ ખરીદવા ઇચ્છુક

સિંગાપોર/નવી દિલ્હીઃ ભારત આ વર્ષે સ્વદેશી મિસાઇલના નિકાસનું કામ શરૂ કરી શકે છે. આ મિસાઇલ મુખ્ય રીતે દક્ષિણ-પૂર્વ એશિયન અને ગલ્ફ દેશોમાં વેચવામાં આવશે. સિંગાપોરમાં ચાલી રહેલા IMDEX એશિયા એક્ઝિબિશન 2019 દરમિયાન બ્રહ્મોસ એરોસ્પેસના ચીફ જનરલ મેનેજર (એચઆર) કોમોડોર એસકે. અય્યરે આ જાણકારી આપી છે. અય્યરે કહ્યું કે, કંપનીએ પોતાના તરફથી તમામ તૈયારીઓ કરી લીધી છે, માત્ર સરકારની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.

કોમોડોર અય્યર અનુસાર, ભારતની મિસાઇલ્સને ખરીદવામાં સૌથી વધુ રસ સાઉથ પૂર્વ અને ગલ્ફ દેશોએ દર્શાવ્યો છે. તેઓએ કહ્યું કે, મિસાઇલ વેચાણની પ્રથમ બેચ તૈયાર છે અને અમે સરકાર તરફથી અંતિમ મંજૂરીની રાહ જોઇ રહ્યા છીએ. ગલ્ફ દેશોએ તો ભારતીય મિસાઇલ્સમાં ઘણો રસ દાખવ્યો છે. સિંગાપોરમાં મંગળવારથી ત્રણ દિવસીય આઇએમડીઇએક્સ એશિયા એક્ઝિબિશન 2019 શરૂ થયું છે. આ દરમિયાન અય્યરે મીડિયાને આ જાણકારી આપી.

ભારતના ડિફેન્સ પ્રોડક્શન માટે માર્કેટની શોધઃ ભારતના ડિફેન્સ પ્રોડક્શન સાઉથઇસ્ટ એશિયા અને ગલ્ફ દેશોમાં પોતાના માટે સારાં માર્કેટ જોઇ રહ્યા છે. આ મધ્યમ અર્થ વ્યવસ્થાવાળા દેશ છે. આ દેશોની પોતાની જરૂરિયાતો છે, પરંતુ તેઓ મોંઘા હથિયાર ખરીદી નથી શકતા. ભારત તેને યોગ્ય કિંમતે મિસાઇલ ઉપલબ્ધ કરાવી શકે છે. બ્રહ્મોસને ભારત અને રશિયાએ સાથે મળીને વિકસિત કરી છે. કેટલાંક દક્ષિણ અમેરિકન દેશોએ પણ ભારતની મિસાઇલમાં રસ દર્શાવ્યો છે. જેનું મુખ્ય કારણ તેની લેટેસ્ટ ટેક્નોલોજી અને ઓછી કિંમત છે.
IMDEX એશિયા એક્ઝિબિશન 2019માં વિશ્વની કુલ 236 કંપનીઓ ભાગ લઇ રહી છે. વિશ્વની અંદાજિત 10,500 કંપની પ્રતિનિધિ અહીં આવ્યા છે. 30 દેશોની 25 વૉરશિપ જ પ્રદર્શનમાં સામેલ કરવામાં આવ્યા છે.

X
India set to export first batch of missiles
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી