ટ્રાવેલ લોન / પૈસાના અભાવના કારણે ફરવા જવાનો પ્લાન કેન્સલ ન કરો, ઘણી બેંકો હવે ટ્રાવેલ લોન આપે છે

divyabhaskar.com

May 15, 2019, 03:00 PM IST
Many banks now offer travel loans, do not cancel the return plan due to lack of money

યુટિલિટી ડેસ્કઃ સમર વેકેશનમાં દરેક વ્યક્તિ પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવતી હોય છે. પરંતુ ઘણીવાર પૈસાના અભાવના કારણે ફરવા જવાનો પ્લાન કેન્સલ કરવો પડે છે. જો તમને પણ આ સમસ્યા નડી રહી હોય તો તેનું સમાધાન હવે બેંકો કરી આપશે. ઘણી બેંકો અને કંપનીઓ એવી છે જે બહાર ફરવા જવા માટે તમને લોન આપે છે. આ લોન તમે દર મહિને EMI ભરીને ચૂકવી શકો છો.


ICICI બેંક
ICICI બેંકની હોલિડે લોન ગ્રાહકોને ડેસ્ટિનેશન પસંદ કરવાની પૂરી સ્વતંત્રતા આપે છે. આ સ્કીમ હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આ ઉપરાંત, આ લોન માટે તમારી પાસે કોઈ સિક્યોરિટી અથવા જામીનગીરી આપવાની આવશ્યકતા નથી હોતી. તેની અરજી પ્રક્રિયા અને પ્રોસેસ બહુ સરળ છે. આ લોનનો વ્યાજ દર પ્રતિ વર્ષ 10.99 ટકાથી શરૂ થાય છે.


પેટીએમ
તમે પેટીએમથી પણ ટ્રાવેલ લોન લઈ શકો છો. અહીં EMI પરનો વ્યાજ દર તમારા ક્રેડિટ કાર્ડ પર આધારિત હોય છે, જેની રેન્જ 13થી 17 ટકાની વચ્ચે હોય છે.


એક્સિસ બેંક
એક્સિસ બેંકની લોનની મર્યાદા 50,000 રૂપિયાથી લઇને 15 લાખ રૂપિયા સુધીની છે. તેનો વ્યાજ દર 15.5થી લઇને 24 ટકા સુધીનો છે. એક્સિસ બેન્કની હોલીડે લોન ઓફર એટલે ખાસ છે કારણ કે, બેંક તેમાં બે મહિનાની EMI ન ભરવાની છૂટ આપે છે. આ સમય દરમિયાન બેંક ફક્ત તમારી પાસેથી વ્યાજ લેશે. ગ્રાહકે ત્રીજા મહિનાથી EMIની ચૂકવણી કરવાની હોય છે.


ટાટા કેપિટલ
ટાટા કેપિટલ ફરવાની જગ્યાની પસંદગી કરાવવાની સાથે 25 લાખ સુધીની લોન પણ આપે છે. આ રકમ યુઝરની વ્યક્તિગત લોન પાત્રતા પર નિર્ભર રહેશે. હાલમાં તેનો વ્યાજ દર 11.49થી 21 ટકા વચ્ચે છે. આ લોનમાં પણ બાંયધરી આપવાની કોઈ આવશ્યકતા નથી.

X
Many banks now offer travel loans, do not cancel the return plan due to lack of money
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી