મોનસૂન / ચોમાસુ 5 દિવસ મોડું આવશે, હવામાન વિભાગે કહ્યું- 6 જૂને કેરળ પહોંચશે

DivyaBhaskar.com

May 15, 2019, 03:00 PM IST
The monsoon will be delayed by 5 days, the weather department said - reaching Kerala on June 6

 • સામાન્ય રીતે કેરળમાં મોનસૂન 1લી જૂને પહોંચે છે, સ્કાયમેટે આ વખતે 4 જૂને પહોંચશે તેવી આશંકા વ્યક્ત કરી
 • ગત વર્ષે સરેરાશ વરસાદ 91% થયો હતો, સ્કાયમેટે 100% અને હવામાન વિભાગે 97% વરસાદનું અનુમાન કર્યુ હતું

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) કહ્યું કે આ વખતે મોનસૂન 5 દિવસ મોડું બેસી શકે છે. મોનસૂન 6 જૂને કેરળના કિનારે ટકરાશે. સામાન્ય રીતે ચોમાસુ 31 મે કે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છે. પ્રોઈવેટ એજન્સી સ્કાયમેટે મંગળવારે કહ્યું હતું કે- મોનસૂન 4 જૂન સુધીમાં કેરળ પહોંચશે. જો કે તેમાં 2 દિવસ વધુ કે ઓછા થઈ શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, "આંદામાન સમુદ્ર, નિકોબાર દ્વીપ અને પૂર્વી-દક્ષિણ બંગાળમાં મોનસૂન 18-19 મેનાં રોજ પહોંચશે. જે બાદ મોનસૂન 6 જૂને કેરળ પહોંચે તેવી પૂરી શક્યતા છે. ચાર દિવસ વધુ કે ઓછા થઈ શકે છે." આ પહેલાં મોનસૂન 2014માં 5 જૂને, 2015માં 6 જૂને અને 2016માં 8 જૂન આવ્યું હતું. જ્યારે 2018માં મોનસૂન કેરળમાં ત્રણ દિવસ પહેલાં જ 29 મેનાં રોજ આવી ગયું હતું. ગત વર્ષે સામાન્ય વરસાદ થયો હતો.

સામાન્યથી ઓછા વરસાદની શક્યતા- સ્કાયમેટ: સ્કાયમેટે મંગળવારે કહ્યું હતું કે દેશમાં મોનસૂન સામાન્યથી ઓછું (91%) રહેવાની શક્યતા છે. ઓછા વરસાદનું અનુમાન 50 ટકા છે, જ્યારે દુકાળની શક્યતા 20% છે. ભારતમાં સૌથી પહેલાં મોનસૂન આંદામાન નિકોબાર ટાપુ પર 22 મેનાં રોજ આવે તેવી સંભાવના છે. સામાન્ય રીતે અહીં મોનસૂન 20 મે સુધીમાં પહોંચી જાય છે. મોનસૂન શરૂઆતમાં નબળું રહે તેવી પણ શક્યતા છે.

2018માં 91% સરેરાશ વરસાદ થયો હતો: ગત વર્ષે દેશમાં 91% વરસાદ થયો હતો. 2018માં સ્કાયમેટે 100% અને હવામાન વિભાગે 97% વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

X
The monsoon will be delayed by 5 days, the weather department said - reaching Kerala on June 6
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી