- અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે-7.30 વાગ્યાથી દર્શન કરી શકાશે઼
- લાખો માઇભક્તો વતી કલેક્ટર અને અંબાજી દેવસ્થાનના અધ્યક્ષ સાગલેએ અંબાજી મંદિર પર ધજા ચડાવી
Divyabhaskar.com
Aug 27, 2020, 06:32 PM ISTપાલનપુર. પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમ-2020 મહોત્સવ પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. માઈભક્તો મહામેળાના ઓનલાઈન દર્શન કરી શકશે. કલેક્ટરે યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવીને મંદિર ઉપર ધજા ચડાવીને સાત દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. મહાયજ્ઞ શુભારંભ પ્રસંગે ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા, નાયબ ઇજનેર ગિરીશ પટેલ, મંદિરના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.