• Home
  • National
  • The cemetery committee refuses to bury the dead body of a Muslim, then cremated

મહારાષ્ટ્ર / કબ્રસ્તાન સમિતિએ મુસલમાનનો મૃતદેહ દફનાવવાથી ઇનકાર કર્યો, પછી સ્મશાનમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા 123

The cemetery committee refuses to bury the dead body of a Muslim, then cremated
X
The cemetery committee refuses to bury the dead body of a Muslim, then cremated

  • બુધવારે વ્યક્તિનું મોત થયું, દફનાવવાના વિવાદ બાદ સવારે 10 વાગ્યે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા
  • પરિવારજનોનો આરોપ- કોરોનાવાયરસથી મૃત્યુ થવાના લીધે કબ્રસ્તાન સમિતિએ દફનાવવાથી ઇનકાર કર્યો

Divyabhaskar.com

May 11, 2020, 03:04 PM IST

મુંબઈ:. કોરોનાના કારણે 65 વર્ષની વ્યક્તિનું બુધવારે મૃત્યુ થયું ગતું. મુસ્લિમ સમુદાયના લોકો તેમનો જનાજો લઇને ચારકોપ નાકા પાસે કબ્રસ્તાનમાં પહોંચ્યા ત્યારે ત્યાંની સમિતિએ મૃતદેહ દફનાવવાથી ઇનકાર કરી દીધો હતો. પરિવારજનોનો આરોપ છે કે બે કલાક સુધી સમજાવવા છતાય સમિતિએ દફનવિધિની મંજૂરી આપી નહીં. ત્યારબાદ વહીવટીતંત્ર અને સમાજસેવકોએ હિન્દુ સ્મશાન ભૂમિ પ્રબંધન સમિતિ સાથે વાતચીત કરી. ત્યારબાદ આ વડીલના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. 

મૃતક માલવણીના ન્યૂ કલેક્ટર કમ્પાઉન્ડમાં રહેતા હતા. બુધવારે જોગેશ્વરી સ્થિત હોસ્પિટલમાં તેમનું નિધન થયું. પરિવારના સભ્યોનો આરોપ છે કે કબ્રસ્તાન સમિતિએ એટલા માટે દફનવિધિની મનાઇ કરી કારણ કે તેમનું મૃત્યુ કોરોનાવાયરસના લીધે થયું છે. આ ઘટના બાદ માલવણીમાં પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 

મામલો સામે આવ્યા બાદ પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે

ધારાસભ્યએ કહ્યું- પરિવારજનો ટ્રસ્ટીઓને જણાવ્યા વિના મૃતદેહ સીધા કબ્રસ્તાન લઇ ગયા
મહારાષ્ટ્રના મંત્રી અને માલવાણીના ધારાસભ્ય અસલમ શેખે કહ્યું- સરકારી નિર્દેશો અનુસાર કોરોનાવાયરસના લીધે મૃત્યુ પામેલા મુસલમાનોને એક જ કબ્રસ્તાનમાં દફન કરવા જોઇએ જે હોસ્પિટલની સૌથી નજીક હોય જ્યાં રોગીનું મોત થયું હોય. માલવાણીનો જે મામલો છે તેમાં મૃતકના પરિવારજનો કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ અને અન્ય સંબંધિત લોકોને જણાવ્યા વિના કબ્રસ્તાન લઇ ગયા હતા. પછી મૃતદેહને દફનાવવાની વાત કરી હતી. જોકે જે લોકોએ નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે તેમના પર કડક કાર્યવાહી થવી જોઇએ. આ ઘટનાના એક દિવસ પહેલા કોરોનાવાયરસના પીડીતને તે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી