કુલભૂષણ કેસ / કુલભૂષણ કેસમાં ભારતની તરફેણમાં ચૂકાદો

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે આજે નિર્ણય આપ્યો છે.

1 / 20

વર્લ્ડકપ / એન્ડરસને કહ્યું, સ્ટોક્સે ઓવરથ્રો પર 4 રન લેવાની ના પાડી હતી

વર્લ્ડકપની ફાઇનલમાં ગુપ્ટિલે સ્ટ્રાઇકર એન્ડ પર થ્રો કર્યો હતો અને બોલ બેન સ્ટોક્સના બેટને અડીને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો હતો. સ્ટોક્સ અમ્પાયર પાસે ગયો હતો. તેણે કહ્યું હતું કે તમે 4 રન પાછા લઇ શકો છો, અમને તેની જરૂર નથી. આ નિયમનો એક ભાગ હતો તેથી તે કઈ કરી શક્યો નહીં.

2 / 20

CCTV / જયપુરમાં ચાર રસ્તા પર ભયંકર અકસ્માત CCTV કેદ

જયપુરમાં થયેલા એક્સિડન્ટના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. બેકાબૂ કારે સિગ્નલ ઉપર ઊભેલી બાઈકને ટક્કર મારતા બે ભાઈ 50 ફૂટ દૂર ફંગોળાય છે. બન્નેના ઘટના સ્થળે મોત થયા છે. અન્ય ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે.

3 / 20

રાજ્યસભા / દેશના એક એક ઈંચ પરથી ઘૂસણખોરોને બહાર કરીશું- અમિત શાહ

રાજ્યસભામાં સપા સાંસદ જાવેદ અલી ખાને સરકારને પૂછ્યું કે, શું NRC જેવું બીજુ કોઈ રજિસ્ટર લાગુ થઈ રહ્યું છે? અને હા તો તે કયા રાજ્યો તેની સીમામાં આવશે. આ સવાલના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, એનઆરસી આસામ સમજૂતીનો હિસ્સો છે અને બીજેપી મેનિફેસ્ટોનો પણ હિસ્સો છે. દેશની જમીન પર રહેતા દરેક ઘૂસણખોરની ઓળખ કરીને તેમને બહાર કાઢવામાં આવશે.

4 / 20

રાઈડ દુર્ઘટના / કાંકરિયા રાઈડ દુર્ઘટના : કોન્ટ્રાક્ટરનો ભત્રીજો જ સુરક્ષાનું સર્ટિફિકેટ બનાવતો

કાંકરિયા રાઈડ તૂટવા મામલે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠ બહાર આવી છે. કોન્ટ્રાક્ટર ઘનશ્યામ પટેલનો ભત્રીજો અને રાઈડ ઓપરેટર યશ મહેન્દ્ર પટેલ જાતે જ સહી કરીને રાઈડની સુરક્ષાનું સર્ટિફિકેટ બનાવતો હતો. 6 જુલાઈના સેફ્ટી રિપોર્ટમાં એન્જીનિયર તરીકે યશ પટેલની જ સહી છે.

5 / 20

વર્લ્ડકપ / સચિને કહ્યું કે, વધુ એક સુપર ઓવર રમાડવાની જરૂર હતી

વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટાઈ પડી હતી. સુપર ઓવરમાં પણ ટાઈ પડતા મેચમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોવાથી ઇંગ્લેન્ડને ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યું કે, વધુ એક સુપર ઓવર રમાડવાની જરૂર હતી. બંને ટીમોએ મેચમાં સારો દેખાવ કર્યો હતો.

6 / 20

રેન્કિંગ / બિલ ગેટ્સને પાછળ છોડીને અરનોલ્ટ દુનિયાની બીજા નંબરની સૌથી અમીર વ્યક્તિ

બિલ ગેટ્સને પાછળ છોડી બર્નાલ્ડ અરનોલ્ટ દુનિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ, નેટવર્થ 7.45 લાખ કરોડ, નંબર વન પર એમેઝોનના જેફ બેજોસ છે. ગેટ્સેની નેટવર્થ 107 અબજ ડોલર (7.38 લાખ કરોડ રૂપિયા) છે.

7 / 20

રાજકોટ / મુંબઈ ગયા ત્યારનાં ફોટા-બિલ પણ ખુશ્બુએ સાચવીને રાખ્યા હતા

એએસઆઇ ખુશ્બુ કાનાબારે તેના પ્રેમી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા પર ફાયરિંગ કરી તેની હત્યા કરી હતી. પંદર દિવસ પૂર્વે ખુશ્બુ અને રવિરાજસિંહ સહિત ચાર વ્યક્તિ મુંબઇ ફરવા ગયા હતાં. ત્યારે પ્રેમી સાથે પડાવેલી 60 જેટલી તસવીરો ખુશ્બુએ પોતાના કબ્જામાં સાચવી રાખી હતી એટલું જ નહીં રવિરાજે ચૂકવેલા બિલ પણ રાખ્યા હતા.

8 / 20

અમદાવાદ / અંતે અલ્પેશ ઠાકોર આવતીકાલે ભાજપમાં જોડાશે, મંત્રીપદ સામે પ્રશ્નાર્થ

અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી કોંગ્રેસ છોડ્યા બાદ પક્ષ વિના લટકી પડેલા અલ્પેશ ઠાકોર ના છૂટકે ભાજપમાં આવતીકાલે જોડાશે. પરંતુ અલ્પેશ ઠાકોરનું મંત્રી બનવાનું સપનુ ભાજપ પુરું નહીં કરે. જેથી અલ્પેશ ભાજપના સામાન્ય કાર્યકર તરીકે કામ કરશે.

9 / 20

પાકિસ્તાન / લાહોરમાં આતંકવાદી હાફિઝ સઈદની ધરપકડ

આતંકવાદી હાફિઝ સઈદ જ્યારે લાહોરથી ગુજરાંવાલા જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તે અત્યારે જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે. ધરપકડ બાદ સઈદે કહ્યું કે તે કોર્ટમાં જશે

10 / 20

હવામાન / બિહાર, આસામ અને યુપીમાં પૂરથી 65ના મોત

બિહાર, આસામ અને ઉત્તર પ્રદેશમાં પૂરના કારણે સ્થિતિ વધારે ખરાબ છે. મંગળવારે સાંજ સુધીમાં બિહારમાં 34, આસામમાં 17 લોકો અને ઉત્તર પ્રદેશમાં 14 લોકોના મોત થયા છે. આસામ અને બિહારમાં 72 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

11 / 20

સમસ્યા / અમદાવાદમાં રોડ પર પાર્કિંગના 1.46 લાખ કેસ, લોકોએ દોઢ કરોડ દંડ ભર્યો, તો ય સ્થિતિ ત્યાંની ત્યાં

2019માં અત્યાર સુધી 1.46 લાખ કેસ થયા છે અને 1.47 કરોડ દંડ પણ ચૂકવ્યો છે. રોડ પર આડેધડ પાર્કિંગની વકરતી જતી સમસ્યાને કારણે શહેરના બધા જ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને લોકોના સમયનો પણ વ્યય થાય છે. હાલમાં ટ્રાફિક પોલીસ ગેરકાયદે પાર્કિંગ પેટે રૂ.100 થી 300 પેનલ્ટી વસૂલ કરે છે.

12 / 20

5 લાખે 1 કેસ / વડોદરામાં મહિલાએ 4 બાળકને જન્મ આપ્યો

વડોદરામાં મહિલાએ 4 બાળકને જન્મ આપ્યો છે. પાંચ લાખમાં આવો એક કેસ હોય છે. માતાની તબિયત સારી, બાળકોને ICUમાં રખાયા છે. મહિલાને એક પુત્રી અને ત્રણ પુત્ર છે.

13 / 20

પ. બંગાળ / 5 દિવસ સુધી દરિયામાં મોતની લહેરોનો સામનો કર્યો

પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના નારાયણપુરના રહેવાસી રવીન્દ્રનાથ દાસ 14 સાથીઓ સાથે માછલી પકડવા નિકળ્યા હતા. થોડા સમય પછી વાવાઝોડામાં હોડી ફસાઇ ગઇ. રવીન્દ્રના ભત્રીજા સહિત દરેકની મોત તેમની સામે થઇ. ગમે તેમ તરીને એક વાંસના સહારે તેઓ જીવિત રહ્યા અને બાંગ્લાદેશની સીમામાં પહોંચી ગયા. અહીં ચિતગોંગ પાસે એક જહાજના ક્રૂએ તેમને બચાવી લીધા.

14 / 20

BCCI / ક્રિકેટ/ BCCIએ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે અરજીઓ મંગાવી

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ અને સહયોગી સ્ટાફના પદ માટે ફરી અરજી લેશે. તે માટે એક-બે દિવસમાં તારીખની જાહેરાત કરવામાં આવશે. હાલના કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ વર્લ્ડ કપ પછી સમાપ્ત થઈ ગયો હતો. પરંતુ વેસ્ટઈન્ડિઝ ટૂરને ધ્યાનમાં રાખીને કોચનો કાર્યકાળ 45 દિવસ માટે વધારી દેવામાં આવ્યો હતો. હવે રવિ શાસ્ત્રીએ પણ કોચ માટે ફરી અરજી કરવી પડશે.
15 / 20

રિપોર્ટ / 3 વર્ષથી સતત વધી રહ્યું છે કુપોષણ- UN રિપોર્ટ

દુનિયામાં ભૂખમરો અને કુપોષણની સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી સતત વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને સોમવારે આ વિશે એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે 2018માં 82.10 કરોડ લોકો રોજ રાતે ભૂખ્યા ઉંઘવા માટે મજબૂર છે. 2017માં તેમની સંખ્યા 81.10 કરોડ હતી.

16 / 20

મોટી જાહેરાત / મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર માર્ગ 6 લેન બનશે

મહેસાણા-સિધ્ધપુર અને સિધ્ધપુર-પાલનપુર માર્ગ 6 લેન બનાવવા માટે 445 કરોડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ કામો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી 2 વર્ષમાં પૂર્ણ કરાશે- નીતિન પટેલ

17 / 20

અમદાવાદ / કાંકરિયા દુર્ઘટના પર સવાલ કરતા મેયર ભડક્યા

મીડિયાએ મેયરે ઘટનાની જવાબદારી અંગે સવાલ કરતા મેયર ભડક્યા હતા અને જવાબદારીમાંથી છટકતા નિવેદનો કરી ચાલતી પકડી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, કોર્પોરેશન પાસે કોઈ સત્તા નથી કે, આ મંજૂરી કોર્પોરેશન આપી શકે. કોર્પોરેશનની માત્ર જગ્યા છે, બાકી રાઈડ પ્રાઈવેટ ચાલે છે.

18 / 20

એનાલિસિસ / આ વર્લ્ડકપમાં 11% રન ભારતે બનાવ્યા

વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડે આ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 11 મેચમાં 3183 રન કર્યા હતા. આ વર્લ્ડકપમાં કુલ 22412 રન થયા હતા, વિજેતા ઇંગ્લેન્ડે તેમાંથી 14% રન કર્યા. આ સૂચિમાં ભારત ત્રીજા સ્થાને છે.

19 / 20

રાજકોટ / રીવાબાએ સેમીફાઈનલના વિચારોથી દૂર રાખવા અન્ય વિષયની વાતો કરી

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ જણાવ્યું કે, તે ટીમને જીતાડી ન શક્યા. જેના કારણે તેઓ તૂટી ગયા અને દુઃખી હતા. તેમજ સેમિ ફાઈનલની હારના વિચારોથી દૂર રાખવા અન્ય વિષયોની ચર્ચા કરવી પડતી હતી.

20 / 20
ની  સંપૂર્ણ વાંચનસામગ્રી