આરોપ / અહાના કુમરાએ કહ્યું, ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ ફિલ્મના શૂટિંગ દરમ્યાન પ્રકાશ ઝાએ અનકમ્ફર્ટેબલ કરી હતી

divyabhaskar.com

May 15, 2019, 07:02 PM IST
Aahana Kumra said, during the shooting of the 'Lipstick Under My Burkha', Prakash Jha made her uncomfortable

બોલિવૂડ ડેસ્ક: એક્ટ્રેસ અહાના કુમરાએ પ્રકાશ ઝાને લઈને એક ખુલાસો કર્યો છે. 2017માં આવેલી ફિલ્મ ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’માં અહાના સ્ટારકાસ્ટમાં સામેલ હતી. આ ફિલ્મના પ્રોડ્યૂસર પ્રકાશ ઝા હતા. અહાનાએ જણાવ્યું કે, ‘ફિલ્મના શૂટિંગ દરમ્યાન હું એક ઇન્ટિમેટ સીનનું શૂટિંગ કરી રહી હતી. ત્યારે પ્રકાશ ઝા ત્યાં આવ્યા અને તેણે એવી કમેન્ટ કરી જેનાથી હું અનકમ્ફર્ટેબલ થઇ ગઈ.’ અહાનાએ ફિલ્મની ડિરેક્ટર અલંકૃતા શ્રીવાસ્તવને જઈને કહ્યું કે, ‘હું તેમનું સન્માન કરું છું પણ તે મારા ડિરેક્ટર નથી. જો તે મારા ડિરેક્ટર નથી તો હું શું કામ તેની કમેન્ટ સાંભળું.’

ત્યારબાદ ડિરેક્ટરે પ્રકાશ ઝા સાથે વાત કરી અને તેને ત્યાંથી જવા માટે કહ્યું હતું. અહાનાએ વધુમાં ખુલાસો કરતાં ઉમેર્યું હતું કે, ‘તે સમજી ગયા હતા કે અમે તેની હાજરીથી કમ્ફર્ટેબલ નથી. માટે તેઓ ત્યાંથી કંઈપણ બોલ્યા વગર જતા રહ્યા હતા.’ અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટર પ્રકાશ ઝાને ઘણી ફિલ્મોમાં અસિસ્ટ કર્યું હતું. પ્રકાશ ઝા એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર છે.

‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ ફિલ્મમાં અહાના કુમરાની સાથે રત્ના પાઠક, કોંકણા સેન શર્મા અને પ્લાબિતા બોર્ઠાકુર લીડ રોલમાં હતાં. છેલ્લે અહાના કુમરા ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં જોવા મળી હતી.

X
Aahana Kumra said, during the shooting of the 'Lipstick Under My Burkha', Prakash Jha made her uncomfortable
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી