બ્લોગ / બીમાર અમિતાભ બચ્ચને લખ્યું; મિસ્ટર દર્દ, જો તમે ઠીક નહીં થાવ તો તેના પોતાના પરિણામો આવશે

divyabhaskar.com

May 15, 2019, 04:16 PM IST
bollywood actor amitabh bachchan 'Negotiated' With Pain and continue with film chehre shooting

મુંબઈઃ 76 વર્ષીય અમિતાભ બચ્ચનની તબિયત છેલ્લા કેટલાંક દિવસથી નરમ-ગરમ રહે છે. ગયા અઠવાડિયે તબિયત ખરાબ હોવાને કારણે અમિતાભ બચ્ચને ચાહકોને સન્ડે દર્શન આપ્યા નહોતા. હવે, બિગ બીએ બ્લોગ પર પોતાની તબિયતને લઈ વાત કરી છે અને જણાવ્યું છે કે કેવી રીતે દુખાવાને અવગણીને તે કામમાં વ્યસ્ત થઈ ગયા છે.

દુખાવાને કહ્યું, જાતે ઠીક થઈ જા
અમિતાભ બચ્ચને પોતાના દુખાવાને સંબોધિત કરીને લખ્યું, 'અહીંયા જુઓ મિસ્ટર દર્દ, જો તમે ઠીક નહીં થાવ તો પરિણામ એ આવશે કે તમને રિપેર કરવામાં આવશે અને હું આમ કરી શકું છું. મહેરબાની કરીને મને હળવાશમાં ના લો અને આને મજાકમાં ઉડાવી ના દો. હું આમ કરી શકુ છું. અહીં કેટલીક ધમકીઓ અપાઈ હતી પરંતુ અંતે સમજૂતી પર વાતચીત થઈ છે. મને વિશ્વાસ છે કે એક શરૂઆત થઈ ગઈ છે.'

37 વર્ષથી ચાલી આવતી પરંપરા તોડી
અમિતાભ બચ્ચને રવિવારે (પાંચ મે) ટ્વીટ કરી હતી કે તબિયત સારી ના હોવાને કારણે તેઓ સન્ડે દર્શન માટે બહાર આવી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે 1982માં 'કુલી'ના સેટ પર થયેલા ગંભીર અકસ્માતમાંથી સાજા થયા બાદ અમિતાભ બચ્ચન દર રવિવારે મુંબઈમાં હોય ત્યારે જલસાની બહાર આવીને ચાહકોને સન્ડે દર્શન આપે છે.

'ચેહરે'માં વ્યસ્ત
અમિતાભ બચ્ચન હાલમાં ઈમરાન હાશ્મી સાથેની ફિલ્મ 'ચેહરે'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના ડિરેક્ટર રૂમી જાફરી તથા પ્રોડ્યૂસર આનંદ પંડિત છે. આ ફિલ્મ આવતા વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. અમિતાભે હાલમાં જ ફર્સ્ટ લુક ટ્વિટર પર શૅર કર્યો હતો.

આયુષ્માન ખુરાના સાથે જોવા મળશે
શૂજીત સરકારની 'ગુલાબો સીતાબો'માં અમિતાભ બચ્ચન તથા આયુષ્માન ખુરાના પહેલી જ વાર કામ કરશે. ફિલ્મ આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થવાની છે. આ સિવાય અમિતાભની 'ઝૂંડ' આ વર્ષે 20 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. અમિતાભની આવતા વર્ષે 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થશે. આ ફિલ્મમાં રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ છે. આ સિવાય તેલુગુ ફિલ્મમાં પણ અમિતાભ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ હિંદીમાં 'તેરા યાર હૂં મેં'થી રિલીઝ થશે. ઓગસ્ટ મહિનાથી અમિતાભ બચ્ચન 'કેબીસી 11'ના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ શો નવેમ્બર મહિના સુધી ચાલશે.

X
bollywood actor amitabh bachchan 'Negotiated' With Pain and continue with film chehre shooting
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી