• Home
  • Bollywood
  • TV
  • taarak mehta fame samay shah made 5 short films and wanted to become director

ઈન્ટરવ્યૂ / 'તારક મહેતા..' ફૅમ સમય શાહે અત્યાર સુધીમાં પાંચ શોર્ટ ફિલ્મ્સ બનાવી, ડિરેક્ટર બનવાની ઈચ્છા

taarak mehta fame samay shah made 5 short films and wanted to become director
X
taarak mehta fame samay shah made 5 short films and wanted to become director

Divyabhaskar.com

Jun 12, 2019, 04:14 PM IST

કિરણ જૈન, મુંબઈઃ લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોગીનું પાત્ર ભજવતો સમય શાહ શરૂઆતથી જ આ સિરિયલ સાથે જોડાયેલો છે. શોને 11 વર્ષ થઈ ગયા છે અને સમયની વાત પર વિશ્વાસ કરીએ તો તેને આ 11 વર્ષમાં ફિલ્મમેકિંગ પર ઘણું શીખવા મળ્યું છે. 17 વર્ષની ઉંમરમાં સમયે અત્યાર સુધી પાંચ શોર્ટ ફિલ્મ્સ લખી અને ડિરેક્ટ પણ કરી છે. તે ભવિષ્યમાં એક્ટિંગની સાથે સાથે ફિલ્મ મેકિંગમાં પણ કરિયર બનાવવા માગે છે.

સમય શાહ સાથે થયેલી વાતચીતના અંશો

1. વાર્તાઓ લખવી ઘણી જ પસંદ છે

divyabhaskar.com સાથેની વાતચીતમાં સમય શાહે કહ્યું હતું, 'મને નાનપણથી એક્ટિંગનો શોખ હતો અને હું ખુશ છું કે મને 'તારક મહેતા..'માં એક્ટિંગ સ્કિલ્સ શીખવા મળી. જ્યારે હું છ વર્ષનો હતો ત્યારે આ શો સાથે જોડાયો હતો. મારું નાનપણ આ સેટ પર જ પસાર થયું છે. આ 11 વર્ષોમાં હું ઘણું જ શીખ્યો છું. મને વાર્તાઓ લખવાનો ઘણો જ શોખ છે અને મારી વાર્તા લોકોની સામે કઈ રીતે રજૂ કરવામાં આવે, તે બાબત હું આ શોમાંથી શીખ્યો છું.'

2. પાંચ શોર્ટ ફિલ્મ્સ બનાવી

સમય શાહને હાલમાં ધોરણ 12માં 75 ટકા આવ્યા હતાં. આગળ જઈને તે માસ મીડિયામાં કરિયર બનાવવા ઈચ્છે છે. આ અંગે વાત કરતાં સમયે કહ્યું હતું, 'હું એક્ટિંગ ફિલ્ડમાં જ આગળ નવું કરવા ઈચ્છું છું. અત્યાર સુધી મેં પાંચ શોર્ટ ફિલ્મ્સ બનાવી હતી. જેની વાર્તા મેં જાતે લખી હતી. અત્યાર સુધી આ શોર્ટ ફિલ્મ્સને સારો રિસ્પોન્સ મળ્યો છે. હું એક્ટિંગની સાથે સાથે ફિલ્મ્સ બનાવવા ઈચ્છું છું. છેલ્લાં કેટલાંક વર્ષોમાં નાના-મોટા નાટકો ડિરેક્ટ કર્યાં છે.'

3. અમિતાભ બચ્ચન નહીં પણ પરેશ રાવલ કે જ્હોની લીવર જેવા બનવાની ઈચ્છા

સમય અમિતાભ બચ્ચનને પોતાના આઈડલ માને છે પરંતુ તે તેમના જેવો નહીં પણ પરેશ રાવલ કે જ્હોની લીવર જેવો બનવા માગે છે. આના પર સમયે કહ્યું હતું, 'હું અમિતાભ બચ્ચનનો ઘણો જ મોટો ચાહક છું પરંતુ તેમના જેવો બનવા માગતો નથી. મારે તો પરેશ રાવલ કે જ્હોની લીવર જેવા બનવું છે. તે ભલે હિરો મટિરિયલ નથી પરંતુ તેમના કામમાં વિવિધતા છે. હું એક એવો એક્ટર બનવા માગું છું કે જેની સ્કિલ્સ પર કોઈ મર્યાદા ના હોય. હું નાના-નાના રોલ કરવા ઈચ્છું છું પરંતુ એવું કરવા માગું છું કે લોકો યાદ રાખે.'

4. અનુરાગ કશ્યપ-પંકજ ત્રિપાઠીમાંથી પ્રેરણા લઉં છું

સમયે કહ્યું હતું કે તેને અનુરાગ કશ્યપ તથા ઈમ્તિયાઝ અલીની ફિલ્મ્સ ઘણી જ પસંદ છે અને તે તેમના કામોમાંથી પ્રેરણા લે છે. તે એક્ટિંગમાં પંકજ ત્રિપાઠી તથા નવાઝુદ્દીન સિદ્દિકીને પોતાના આઈડલ માને છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી