રિપોર્ટ / સેન્સેક્સ 174 અંક ઘટીને 38,557 પર, નિફ્ટી 57 અંક ઘટીને 11,499 પર બંધ

Anil Ambani's 3 companies suspect of fund diversion; 5,500 crores worth of transactions;

  • પ્રમોટરના વિવાદના કારણે ઈન્ડિગોનો શેર 11% નુકસાનમાં રહ્યો, ઈન્ટ્રા-ડેમાં 19% ઘટ્યો હતો
  • યસ બેન્કના શેરમાં 2%, સનફાર્મામાં 1% વધારો

Divyabhaskar.com

Jul 10, 2019, 06:52 PM IST

મુંબઈઃ શેરબજાર બુધવારે સતત ચોથા સત્રમાં નુકસાનમાં રહ્યું છે. સેન્સેક્સ 173.78 અંકના ઘટાડા સાથે 38,557.04 પર બંધ થયો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ 57 અંકના ઘટાડા સાથે 11,498.90 પર થયું હતું. બજારમાં ગત શુક્રવારથી ઘટાડો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સના 30માંથી 21 અને નિફ્ટીના 50માંથી 36 શેર ઘટાડા સાથે બંધ થયા. એનએસઈ પર તમામ 11 સેકટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. રિઅલિટી ઈન્ડેક્સમાં સૌથી વધુ 1.6 ટકાનો ઘટાડો આવ્યો છે.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
બજાજ ફાઈનાન્સ 5.11%
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 4.28%
બજાજ ફિનસર્વ 3.10%
ટાટા સ્ટીલ 3.05%
બીપીસીએલ 2.85%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
યસ બેન્ક 2.08%
કોલ ઈન્ડિયા 1.70%
સન ફાર્મા 1.05%
આઈસીઆઈસીઆઈ બેન્ક 0.75%
કોટક બેન્ક 0.75%

કારોબારીઓનું કહેવું છે કે ભારતમાં અમેરિકાની પ્રોડકટ પર આયાતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી રોકાણકારોના મનમાં ચિંતા છે. ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે ભારત ખૂબ વધુ આયાત વસુલે છે. હવે તેને સહન કરવામાં આવશે નહિ.

પ્રમોટરના વિવાદ પર સેબીએ ઈન્ડિગો પાસથી જવાબ માંગ્યો

ઈન્ટરગ્લોબ એવિએશનનો શેર 11 ટકા નુકસાનમાં રહ્યો હતો, કારોબાર દરમિયાન તે 19 ટકા ઘટ્યો હતો. એરલાઈનના પ્રમોટરોનો વિવાદ પ્રકાશમાં આવ્યા બાદ શેરમાં વેચાણ વધ્યું છે. પ્રમોટર રાકેશ ગંગવાલે રાહુલ ભાટિયા પર ગોટાળાનો આરોપ લગાવતા સેબીને ફરિયાદ કરી છે. સેબીએ ઈન્ડિગોના બોર્ડ પાસેથી જવાબ માંગ્યો છે. એરલાઈને મંગળવારે રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.

X
Anil Ambani's 3 companies suspect of fund diversion; 5,500 crores worth of transactions;
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી