વીડિયોકોન કેસ / ચંદા કોચર સાથે જોડાયેલી કંપનીઓએ દસ્તાવેજો છોડાવવા માટે અપીલેટ કોર્ટમાં અરજી કરી

Companies affiliated to Chanda Kochar apply to the appeals court for the release of documents
X
Companies affiliated to Chanda Kochar apply to the appeals court for the release of documents

  • એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે 1 માર્ચે પેસિફિક કેપિટલ સર્વિસિસ, ક્વોલિટી ટેક્નો એડવાઈઝર્સના દસ્તાવેજો જપ્ત કર્યા હતા
  • દલીલ- રેકોર્ડ જપ્ત થવાથી રોજના કામ પર અસર થઈ રહી છે, એફઆઈઆરમાં નામ નથી

Divyabhaskar.com

May 14, 2019, 04:38 PM IST

નવી દિલ્હીઃ ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર સાથે જોડાયેલી બે કંપનીઓએ તેમના જપ્ત દસ્તાવેજોને છોડાવવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એકટ(PMLA) અપીલેટ ટ્રિબ્યુનલમાં અરજી કરી છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ઈડી) 1 માર્ચે આ કંપનીઓના કાગળ્યા જપ્ત કર્યા હતા. તે દિવસે ઈડીએ પેસિફિક કેપિટલ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ અને ક્વોલિટી ટેક્નો એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓમાં શોધખોળની કાર્યવાહી કરી હતી. ચંદા અને દીપક કોચરની પાસે આ કંપનીઓના શેર છે.  

સીબીઆઈએ 22 જાન્યુઆરી એફઆઈઆર નોંધી હતી

બંને કંપનીઓ તરફથી વકીલ વિજય અગ્રવાલે સોમવારે દલીલ કરી હતી કે સીબીઆઈ દ્વારા 22 જાન્યુઆરીએ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં આ ફર્મ્સના નામ નથી. કંપનીઓના લેપટોપ અને ઈલેકટ્રોનિક રેકોર્ડ જપ્ત થવાથી રોજના કામકાજને અસર થઈ રહી છે.

2. ચંદા, દીપક કોચરની ઈડીએ સોમવારે 9 કલાક પુછપરછ કરી

આઈસીઆઈસીઆઈ બેન્ક દ્વારા વીડિયોકોનને આપવામાં આવેલી લોનના મામલામાં ઈડી ચંદા કોચર અને દીપક કોચરની મંગળવારે સતત બીજી દિવસે પુછપરછ કરી રહી છે. બંને ઈડીના દિલ્હી સ્થિત ઓફિસમાં છે. સોમવારે 9 કલાક પુછપરછ થઈ હતી. 

આઈસીઆઈસીઆઈ બેન્કને વીડિયોકોન ગ્રુપે 2009થી 2011ની વચ્ચે 1,875 કરોડ રૂપિયાની લોન આપી હતી. તેમાં ચંદા કોચર પર અનિયમિતતાઓ અને ભષ્ટ્રાચારનો આરોપ છે. તેમણે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ અને એમડી પદ પરથી ગત વર્ષે રાજીનામું આપ્યું હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી