આઈટીસી / સંજીવ પુરી બન્યા ચેરમેન, દેવેશ્વરના નિધન બાદ પદ ખાલી પડ્યું હતું

Divyabhaskar.com

May 13, 2019, 05:10 PM IST
Sanjeev Puri became chairman, post vacancy after Devdev's death
X
Sanjeev Puri became chairman, post vacancy after Devdev's death

 • પુરી અત્યાર સુધીમાં એમડી તરીકે કામ કરી રહ્યાં હતા 
 • 2017માં દેવેશ્વરે આઈટીસીના ચીફ એક્ઝિક્યુટિવનું પદ છોડ્યું હતું

નવી દિલ્હીઃ ઈન્ડિયન ટોબેકો લિમિટેડે(ITC) નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે સંજીવ પુરીની નિમણૂંક કરી છે. પુરી અત્યાર સુધી એમડી તરીકે કામ કરી રહ્યાં હતા. કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે નિર્ણય લીધો છે કે 13 મે તે કંપનીનું કામકાજ સંભાળશે.

દેેવેશ્વરનું શનિવારે નિધન થયું હતું

1.

કંપનીના પૂર્વ એક્ઝિક્યુટિવ અને સીઈઓ વાઈસી દેવેશ્વરનું શનિવારે 72 વર્ષની ઉંમરે નિંધન થયું હતું. તે લાંબા સમયથી બિમાર હતા. દેવેશ્વર બે દશકાથી વધુ આઈટીસીના પ્રમુખ રહ્યાં.

2.

દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી 1947માં લાહોરમાં થયો હતો. તેમણે દિલ્હી આઈઆઈટી અને બાદમાં હાવર્ડ યુનિવર્સિટીમા અભ્યાસ કર્યો હતો. 1968માં તેમણે આઈટીસી જોઈન કર્યું હતું. 1996મા તે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને 5200 કરોડ રૂપિયાની રેવન્યુને 51 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધી.

3.

1991થી 94  સુધી દેવેશ્વર એર ઈન્ડિયાના ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર(સીએમડી) રહ્યાં. તે આરબીઆઈના કેન્દ્રીય બોર્ડમાં ડાયરેક્ટર રહ્યાં. દેવેશ્વરે 2017માં આઈટીસીના ચીફ એક્ઝિક્યુટિવનું પદ છોડ્યું હતું. બાદમાં તે કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા. 

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી