લોન ઈન્ટરસ્ટ / એસબીઆઈએ કહ્યું- રેપો રેટમાં 0.25%થી વધુનો ઘટાડો થવો જોઈએ

Divyabhaskar.com

May 15, 2019, 03:51 PM IST
SBI said that repo rate should be reduced by 0.25%

 • ઈકોનોમિમાં સુસ્તી દૂર કરવા માટે આ પગલું જરૂરી
 • આરબીઆઈએ ગત બે મિટિંગમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કર્યો હતો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક 6 જૂને ફરીથી મોનિટરી પોલિસીને રિવ્યું કરશે. એસબીઆઈએ તેના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે અર્થવ્યવસ્થામાં સુસ્તીને જોતા આરબીઆઈએ રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂકવો જોઈએ. છેલ્લી સમીક્ષામાં આરબીઆઈએ રેપો રેટમાં 0.25-0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલ તે 6 ટકા છે.

આર્થિક સુસ્તીથી શેરબજારમાં બેચેની વધીઃ રિપોર્ટ

બેન્ક જે વ્યાજ પર રિઝર્વ બેન્ક પાસેથી લોન લે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. મંગળવારે બહાર પાડવામાં આવેલા ઈકોરેપ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સુસ્તીના કારણે શેરબજારમા બેચેની વધી છે. રિપોર્ટમાં માર્ચ ત્રિમાસિક માટે કંપનીઓના પરિણામોનું વિશ્વલેષણ પણ કરવામાં આવ્યું. તે મુજબ 384 કંપનીઓમાંથી 330 કંપનીની રેવન્યુ અને પ્રોફિટમાં ઘટાડો આવ્યો છે. ટેલિકોમ ઉપકરણ, ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપર, એગ્રો કેમિકલ, પેટ્રોકેમિકલ અને કાસ્ટિંગ કંપનીઓ વધુ પ્રભાવિત થઈ છે. નિકાસ પર નિર્ભર કરનારી દવા કંપનીઓના પરિણામો નબળા રહે તેવી શકયતા છે.

ગ્રામીણ વિસ્તારમાં માંગ ઘટવાથી એફએમસીજીના વેચાણમાં ઘટાડો આવ્યો

 • ઈન્વેસ્ટમેન્ટની ડિમાન્ડ ઘટવાની સાથે-સાથે કંપોઝિશન ગ્રોથમાં ઘટાડો આવ્યો છે.
 • ઓટોમોબાઈલના ઘરેલું વેચાણ, નિકાસ અને ઉત્પાદન તમામ ઘટાડો થયો છે.
 • બિસ્કિટ, સાબુ અને તેલ જેવી એફએમસીજી પ્રોડક્ટની માંગ ઘટી છે.
X
SBI said that repo rate should be reduced by 0.25%
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી