શેરબજાર / સેન્સેક્સ 204 અંક ઘટાડા સાથે 37,115 પર બંધ, યસ બેન્કનો શેર 8% ઘટ્યો

Divyabhaskar.com

May 15, 2019, 05:20 PM IST
Sensex closes at 37,115, down 204 points, Yes Bank shares down 8%

 • સેન્સેક્સ દિવસના ઉપરના સ્તરથી 445 અંક નીચે બંધ થયો, ઈન્ટ્રા-ડેમાં તે 37,560 સુધી ચઢ્યો હતો 
 • નિફ્ટીનું ક્લોઝિંગ 65 અંક ઘટીને 11,157 પર થયું, ટાટા મોટર્સનું શેર 8.5 ટકા ઘટ્યું

મુંબઈઃ શેરબજારમાં બુધવારે સમગ્ર દિવસ દરમિયાન ઉતાર-ચઢાવ આવ્યો. સેન્સેક્સ 206 અંકના ઘટાડા સાથે 37,114.88 પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન તે 37,559 સુધી વધ્યો હતો. એટલે કે ઉપરના સ્તરથી નીચે કારોબાર ખત્મ કર્યો. નિફ્ટીનું ક્લોઝિંગ 65.05 અંક નીચે 11,157 પર થયું. ઈન્ટ્રા-ડેમાં તે 11,286ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 25 અને નિફ્ટીના 50માંથી 39 શેર ઘટાડા સાથે બંધ થયો હતો. યસ બેન્કનો શેર 8.5 ટકા અને ટાટા મોટર્સ 7.5 ટકા ઘટ્યો હતો. જેટ એરવેઝ 5 ટકા નુકસાનમાં રહ્યો હતો.

નિફ્ટીના ટોપ-5 લુઝર

શેર ઘટાડો
યસ બેન્ક 8.66%
ટાટા મોટર્સ 7.48%
ઝી એન્ટરટેન્ટમેન્ટ 6.84%
જેએસડબલ્યુ સ્ટીલ 4.98%
ઈન્ડસઈન્ડ બેન્ક 4.07%

નિફ્ટીના ટોપ-5 ગેનર

શેર વધારો
બજાજ ફાઈનાન્સ 4.52%
આયશર મોટર્સ 4.23%
યુપીએલ 1.56%
બજાજ ફિનસર્વ 1.16%
આઈઓસી 0.91%

એનએસઈના 11માંથી 9 સેક્ટર ઈન્ડેક્સ નુકસાનમાં રહ્યાં. મેટલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.1 ટકા ઘટાડો આવ્યો. બીજા અન્ય રિઅલિટી ઈન્ડેક્સ 0.32 ટકા ફાયદામાં રહ્યાં હતા.

X
Sensex closes at 37,115, down 204 points, Yes Bank shares down 8%
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી