જેટ એરવેઝ / જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ બાદ સીઈઓ વિનય દુબેએ રાજીનામું આપ્યું

Divyabhaskar.com

May 14, 2019, 08:26 PM IST
Two resignations in one day, CEO of Jet Airways and CEO Vinay Dubey resigned after CFO

 • એરલાઈને અગ્રવાલના રાજીનામાનું કારણ વ્યક્તિગત હોવાનું કહ્યું
 • આર્થિક સંકટમાં ફસાયેલી જેટનું સંચાલન 17 એપ્રિલથી અચોક્કસ મુદતથી બંધ છે 
   

મુંબઈઃ જેટ એરવેઝના ડેપ્યુટી સીઈઓ અને સીએફઓ અમિત અગ્રવાલ બાદ સીઈઓ વિનય દુબેએ પણ તેમના પદ પરથી સોમવારે રાજીનામું આપ્યું. એરલાઈને સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. જેટે અગ્રવાલના રાજીનામા માટે વ્યક્તિગત કારણ જવાબદાર હોવાનું જણાવ્યું છે. તેમણે 2015માં એરલાઈ જોઈન કરી હતી. છેલ્લા એક મહિનામાં જેટના મોટા ભાગના બોર્ડ મેમ્બર પણ રાજીનામા આપી ચૂક્યા છે.

જેટના શેરમાં 13 ટકા ઘટાડોઃ બીએસઈ પર શેર મંગળવારે 12.44 ટકા ઘટીને 122.10 રૂપિયા પર આવી ગયો. એનએસઈ પર શેર 13 ટકા ઘટીને 121 રૂપિયા સુધી નીચે ગયો હતો. જોકે નીચેના સ્તરેથી થોડી રિકવરી થઈ ગઈ.

આર્થિક સંકટમાં ફસાયેલી જેટ એરવેઝે 17 એપ્રિલે અચોક્કસ મુદત સુધી સંચાલન બંધ કર્યું હતું. એરલાઈનનો 75 ટકા હિસ્સો વેચવ માટે લેન્ડર્સ બેન્કોએ બોલીઓ મંગાવી હતી. છેલ્લી બોલી માત્ર એતિહાદે જમા કરી હતી. જોકે તે પણ મોટો હિસ્સો લેવા માંગતી નથી. તેની પાસે જેટના 24 ટકા શેર પહેલેથી છે.

X
Two resignations in one day, CEO of Jet Airways and CEO Vinay Dubey resigned after CFO
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી