- જાસૂસ મૂળ ગોધરાનો રહેવાસી છે અને પાકિસ્તાનમાં તેનાં સગાં રહે છે
- ગોધરામાં રહીને ઇમરાન ગિતેલી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો
- પકડાયેલો જાસૂસ વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો મુખ્ય આરોપી છે
Divyabhaskar.com
Sep 15, 2020, 03:19 PM ISTનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. NIAની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે.
સ્થાનિક પોલીસની મદદથી NIAની ટીમે જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યોપાકિસ્તાન માટે જાસૂસ કરતો 37 વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ ગોધરાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તે પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો. આ અંગે માહિતી મળતાં NIAની ટીમ ગોધરા ખાતે પહોંચી ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો હતો. તે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI માટે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઇમરાન યાકુબ ગિતેલી ગોધરાનો રિક્ષાચાલક છે અને તેનાં સગાં પાકિસ્તામાં જ રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છેNIAના જણાવ્યા મુજબ, આ મામલો એક આંતરરાષ્ટ્રીય જાસૂસી રેકેટનો છે, જેમાં પાકિસ્તાનમાંથી ભારતમાં એજન્ટોની ભરતી કરવામાં આવે છે, જેનું કામ ભારતીય નૌસેનાનાં જહાજો અને પનડુબ્બીઓની આવનજાવન અને રક્ષા પ્રતિષ્ઠાનોનાં લોકેશન સંદર્ભે સંવેદનશીલ અને વર્ગીકૃત જાણકારી ભેગી કરવાનું હોય છે અને તમામ માહિતીને પાકિસ્તાનમાં મોકલવામાં આવે છે. NIAએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે