યુએસ / ફેસ રિક્ગનિશન ટેક્નિક પર પ્રતિબંધ લગાવનાર સાન ફ્રાન્સિસ્કો પ્રથમ સિટી બન્યું, પોલીસ પણ ઉપયોગ નહીં કરી શકે!

divyabhaskar.com

May 15, 2019, 03:47 PM IST
San Francisco to ban the use of facial recognition software

 • સાન ફ્રાન્સિકો એસેમ્બલીમાં 8-1થી બિલ પસાર થયું, આગામી અઠવાડિયે વધુ એક વોટિંગ બાદ આ કાયદો બની જશે 
 • શહેરમાં એરપોર્ટ અને પોર્ટ પર આ નિયમો લાગુ નહીં થાય

વોશિંગ્ટનઃ અમેરિકાએ સાન ફ્રાન્સિસ્કોમાં ફેસ રિક્ગનિશન ટેક્નિકનો ઉપયોગ સંપુર્ણ રીતે પ્રતિબંધિત થઇ ગયું છે. મંગળવારે એસેમ્બલીમાં 8-1ના અંતરથી પાસ થયેલા બિલથી એ નક્કી થઇ ગયું છે કે, હવે આ ટેક્નોલોજીનો લોકોની ઓળખ માટે ઉપયોગ નહીં કરવામાં આવશે. એટલે કે, સ્થાનિક એજેન્સીઓ, પોલીસ અને ટ્રાફિકમાં પણ આ ટેક્નિકનો ઉપયોગ કરીને અપરાધિઓ અને નિયમ ભંગ કરનારાઓને પકડી નહીં શકાય.


આ ઉપરાંત આવનારા સમયમાં નાગિરકોને સર્વિલન્સ ટેક્નિક ખરીદવા માટે શહેરના ઓફિસરોની મંજૂરી લેવી પડશે. ફેસ રિક્ગનિશનના ઉપયોગના વિરોધી રહેલા અધિકારીઓનો તર્ક છે કે, હાલની ટેક્નિકમાં અનેક ખામીઓ છે, જેના કારણે વિશ્વસનીયતા ઘટે છે. સાથે જ લોકોની પ્રાઇવસી અને આઝાદી ઉપર પણ અસર પડે છે.


આગામી સપ્તાહે બીજાં વોટિંગ માટે બિલ રજૂ થશે
બીજી તરફ, આ ટેક્નિકનો પક્ષ રાખનારા અધિકારીઓનું કહેવું છે કે, ફેસ રિક્ગનિશન પ્રતિબંધ કરવાથી સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઉભું થશે, આનાથી અપરાધ સામે લડવામાં પણ પોલીસને મુશ્કેલી થઇ શકે છે. હાલ આ બિલને બીજીવાર વોટિંગ માટે પણ રજૂ કરવામાં આવશે, ત્યારબાદથી જ આ બિલને કાયદાકીય રૂપ મળશે. જો કે, નવા નિયમ સાન ફ્રાન્સિસ્કોના એરપોર્ટ અને કોસ્ટ પર પ્રભાવી નહીં થાય, કારણ કે બંને કેન્દ્ર ટ્રમ્પ સરકારની અંતર્ગત આવે છે.

X
San Francisco to ban the use of facial recognition software
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી