અમેરિકા / ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પાક પર નવો વિઝા પ્રતિબંધ લગાવ્યો, 65 પાકિસ્તાનીઓને કાઢ્યા

Divyabhaskar.com

May 14, 2019, 09:46 PM IST
Trump administration bans new visa on Pak, removes 65 Pakistanis

 • અમેરિકાથી કાઢવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોને એક વિશેષ વિમાનથી ઈસ્લામાબાદ મોકલવામાં આવશે
 • તમામ પર ગુનાહિત કૃત્યોમાં સામેલ થવાનો આરોપ

વોશિંગ્ટનઃ બે સપ્તાહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે પાકિસ્તાન પર નવો વિઝા પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધોના કારણે 65 પાકિસ્તાની નાગરિકોને અમેરિકામાંથી નીકાળવામાં આવી રહ્યાં છે. એક વિશેષ વિમાનથી બુધવારે આ તમામને ઈસ્લામાબાદ મોકલવામાં આવશે. આ તમામ પર ક્રિમિનલ કેસમાં સામેલ થવાનો આરોપ છે.

ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ તમામ 65 પાકિસ્તાની નાગરિકો પર ઘણાં પ્રકારનો ગંભીર આરોપ છે. જોકે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વીઝા પ્રતિબંધ લાગુ થયા બાદ આ તમામ અમેરિકાની કસ્ટડીમાં છે. ખાસ વાત એ છે કે અમેરિકાના બે સપ્તાહ પહેલા વિઝા પ્રતિબંધ પાકિસ્તાન લગાવવામાં આવ્યા હતા. તેમાં ત્યાં સરકારી અધિકારીઓ પણ સામેલ છે. એટલે હવે પાકિસ્તાનના અધિકારીઓને પણ અમેરિકાના વિઝા સરળતાથી મળશે નહિ.

10 દેશોની યાદીમાં પાકિસ્તાન

અમેરિકાએ 10 દેશો પર વિઝા પ્રતિબંધ મૂકવા માટેનું લિસ્ટ બનાવ્યું છે. તેમને વિઝા આપવા માટેની પ્રક્રિયા ખૂબ જ કઠણ છે. આ નિયમોના જણાવ્યા પ્રમાણે આ પ્રત્યાર્પિત કરવા છતાં પોતાના નાગરિકોને લેવાથી ઈન્કાર કરે છે. તેમના માટે સખ્ત વિઝા નિયમો બનાવવામાં આવ્યા છે. તેમાં એ દેશો પણ સામેલ છે, જેમના નાગરિકો વિઝાનો ગાળો પુરો થઈ ગયો હોવા છતાં અમેરિકામાં રહી રહ્યાં છે. અમેરિકાએ અત્યાર સુધી આ નવા નિયમો વિશે વિગત માહિતી આપી નથી. વિદેશી વિભાગે આ અંગે કહ્યું છે છે સંબધિત દેશ સાથે વાતચીત ચાલી રહી છે.

પાકિસ્તાને પણ આ વાત સ્વીકારી

અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસના એક અધિકારીએ કહ્યું કેટલાક લોકોને પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યાં છે. જોકે તેમણે કહ્યું વીઝા પ્રતિબંધની વાતને ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી છે. આ મામલો સંવેદનશીલ છે. અમે આ હાલત પર નજર રાખી રહ્યાં છે. વાતચીત ચાલી રહી છે. અમે અમેરિકાના વેપારીઓને લોન્ગ ટર્મ અને વીઝા ઓન એરાઈવલ જેવી સુવિધા આપી છે.

X
Trump administration bans new visa on Pak, removes 65 Pakistanis
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી