કોરોના વર્લ્ડ LIVE / ઓસ્ટ્રેલિયાના PMએ વાઈરસ લેબમાં બન્યો હોવાના અમેરિકાના દાવાને નકાર્યો

Australia's PM has denied US claims that the virus was created in a lab
X
Australia's PM has denied US claims that the virus was created in a lab

  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 36.60 લાખ કેસ, 2.52 લાખના લોકોના મોત
  • ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનને સંભાવના દર્શાવી છે કે કોરોના વાઈરસની શરૂઆત માંસ બજારથી થઈ છે
  • અમેરિકામાં 12.13 લાખ કેસ, 69 હજાર 921 લોકોના મોત
  • મેક્સિકોમાં 24 કલાકમાં 1434 કેસ નોંધાયા; કેનેડામાં પોઝિટિવ કેસ 60 હજારને પાર
  • ચીનમાં એક કેસ નોંધાયો, હાલ માત્ર 394 જ એક્ટિવ કેસ

Divyabhaskar.com

May 05, 2020, 04:27 PM IST

ન્યૂયોર્ક. ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના મહામારીના 36.60 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 52 હજાર 407થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 12 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસનને સંભાવના દર્શાવી છે કે કોરોના વાઈરસની શરૂઆત માંસ બજારથી થઈ છે. તેમણે કહ્યું કે તેની સમીક્ષા થવી જોઈએ. સાથે તેઓએ વાઈરસ લેબમાં બન્યો હોવાનો અમેરિકાનો દાવો ફગાવી દીધો છે. મોરિસને એમ પણ કહ્યું કે તેઓ અમેરિકા સાથે મળીને તેના રિસર્ચ ઉપર કામ કરે છે.
અમેરિકામાં મૃત્યુઆંક 70 હજાર નજીક

અમેરિકાની વાત કરીએ તો અહીં અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 835 કેસ નોંધાયા છે. કુલ 69 હજાર 921 લોકોએ જીવ ગુમાવ્યા છે. કુલ 1.88 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. કુલ 74.62 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. અમેરિકામાં 24 કલાકમાં 1050 લોકોના મોત થયા છે. જ્યારે 24 હજારથી નવા કેસ નોંધાયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ દેશમાં જૂન સુધીમાં રોજ મરનાર લોકોની સંખ્યા ત્રણ હજાર થઈ શકે છે. મેના અંત સુધીમાં રોજ બે લાખ નવા કેસ નોંધાવાની સંભાવના છે. જોકે વ્હાઈટ હાઉસે આ રિપોર્ટને વિવાદાસ્પદ ગણાવ્યો છે. અમેરિકાના સિએટલ સ્થિત ઈંસ્ટીટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને કહ્યું કે ઓગસ્ટમાં દેશમાં 1 લાખ 30 હજારથી વધારે લોકો જીવ ગુમાવશે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી