• Home
  • International
  • In countries where there is no lockdown, everyday work is being done like this; Learn how the school, the train is going there

કોરોના સામે જંગ / દુનિયાના જે દેશોમાં લોકડાઉન નથી, ત્યાં રોજના કામ આવી રીતે થઇ રહ્યા છે; જાણો ત્યાં સ્કૂલ, ટ્રેન કઈ રીતે ચાલી રહી છે

આ ફોટો ચીનના વુહાન શહેરનો છે, હવે અહિયાં શોપિંગ મોલ ખુલી ગયા છે. લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. આ તે જ શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી.
આ ફોટો ચીનના વુહાન શહેરનો છે, હવે અહિયાં શોપિંગ મોલ ખુલી ગયા છે. લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. આ તે જ શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી.
અમેરિકામાં વોલમાર્ટમાં કેશ કાઉન્ટર્સ પર 'સ્નીઝ ગાર્ડ્સ' લગાવવામાં આવ્યા છે, જે કર્મચારીઓને છીંકથી બચાવે છે.
અમેરિકામાં વોલમાર્ટમાં કેશ કાઉન્ટર્સ પર 'સ્નીઝ ગાર્ડ્સ' લગાવવામાં આવ્યા છે, જે કર્મચારીઓને છીંકથી બચાવે છે.
હોંગકોંગમાં આ રોબોટની મદદથી ટ્રેનમાં સફાઈ થઇ રહી છે.
હોંગકોંગમાં આ રોબોટની મદદથી ટ્રેનમાં સફાઈ થઇ રહી છે.
X
આ ફોટો ચીનના વુહાન શહેરનો છે, હવે અહિયાં શોપિંગ મોલ ખુલી ગયા છે. લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. આ તે જ શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી.આ ફોટો ચીનના વુહાન શહેરનો છે, હવે અહિયાં શોપિંગ મોલ ખુલી ગયા છે. લોકો માસ્ક પહેરીને ફરી રહ્યા છે. આ તે જ શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી.
અમેરિકામાં વોલમાર્ટમાં કેશ કાઉન્ટર્સ પર 'સ્નીઝ ગાર્ડ્સ' લગાવવામાં આવ્યા છે, જે કર્મચારીઓને છીંકથી બચાવે છે.અમેરિકામાં વોલમાર્ટમાં કેશ કાઉન્ટર્સ પર 'સ્નીઝ ગાર્ડ્સ' લગાવવામાં આવ્યા છે, જે કર્મચારીઓને છીંકથી બચાવે છે.
હોંગકોંગમાં આ રોબોટની મદદથી ટ્રેનમાં સફાઈ થઇ રહી છે.હોંગકોંગમાં આ રોબોટની મદદથી ટ્રેનમાં સફાઈ થઇ રહી છે.

  • ચીનમાં મોટી સંખ્યામાં સ્કૂલો ખુલી ગઈ છે, બધા બાળકો માસ્ક પહેરીને જઈ રહ્યા છે
  • કલાસરૂમમાં જવા માટે ફિક્સ રસ્તા બનાવવામાં આવ્યા છે, ક્લાસમાં 30થી વધુ બાળકો નહીં

Divyabhaskar.com

Apr 05, 2020, 11:51 AM IST

નવી દિલ્હી. દેશભરમાં ચાલુ 21 દિવસના લોકડાઉન અંગે બધાના મનમાં પ્રશ્નો ચાલી રહ્યા છે કે શું 14 એપ્રિલે આ સમાપ્ત થઇ જશે કે પછી તેને આગળ વધારવામાં આવશે. દુનિયાના ઘણા દેશો આંશિક લોકડાઉન સાથે સાવધાની જાળવતા સ્કૂલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, થિયેટર, સુપરમાર્કેટ ખોલી રહ્યા છે. આ દેશોમાં અમેરિકાનો પણ સમાવેશ થાય છે, જ્યાં સંક્ર્મણ ચરમસીમાએ છે.

સુપરમાર્કેટ: અમેરિકામાં રિટર્ન-એક્સચેન્જ બંધ, ગ્રાહક સીમિત કરવામાં આવ્યા

અમેરિકામાં વોલમાર્ટમાં કેશ કાઉન્ટર્સ પર 'સ્નીઝ ગાર્ડ્સ' લગાવવામાં આવ્યા છે, જે કર્મચારીઓને છીંકથી બચાવે છે. ટાર્ગેટે ત્રણ અઠવાડિયા માટે સમાન રિટર્ન અથવા એક્સચેન્જ કરવાનું બંધ કર્યું છે. લગભગ બધી ચેન્સ ગ્રાહકોની સંખ્યા સીમિત કરવા પગલાં લઈ રહી છે.

સ્કૂલ: ચીનમાં રોજ 3 વાર સ્ટુડન્ટ્સનું તાપમાન ચેક કરવામાં આવે છે
ચીનમાં મોટી સંખ્યામાં સ્કૂલો ખુલી ગઈ છે. બધા માસ્ક પહેરીને જાય છે. ક્લાસમાં જવા માટે ફિક્સ રસ્તા નક્કી કરવામાં આવ્યા છે, જેથી ગેલેરીમાં ભીડ ન થાય. ઘણી સ્કૂલોમાં મફતમાં માસ્ક આપવામાં આવી રહ્યા છે. તેમજ એક ક્લાસમાં 30થી વધુ સ્ટુડન્ટ્સ હાજર હોતા નથી. દિવસમાં ત્રણવાર તેમનું તાપમાન ચેક કરવામાં આવે છે. સ્કૂલ આવનાર શિક્ષકોનું સ્વાસ્થ્ય પણ ચેક કરવામાં આવી રહ્યું છે. કેન્ટીન અને કલાસરૂમ સેનિટાઇઝ કરવામાં આવે છે. સ્કૂલ બસ પણ કસ્ટમાઇઝ કરવામાં આવી છે જેથી ઓછામાં ઓછો સંપર્ક થાય અને સંક્ર્મણથી બચે.

ટ્રાન્સપોર્ટ: હોંગકોંગમાં રોબોટ ટ્રેનની સફાઈ કરી રહ્યા છે
હોંગકોંગમાં રોબોટ ટ્રેનોની સફાઈ કરી રહ્યા છે. જ્યારે તાઇવાનમાં અત્યારે 37.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન ધરાવતા વ્યક્તિને બસ-ટ્રેનમાં મુસાફરી કરવા દેતા નથી. પ્લેનમાં કોઈને સીટ બદલવાની પરવાનગી નથી. ચીનના વુહાનમાં યાત્રીઓએ માસ્ક પહેરવો જરૂરી છે. ક્યૂઆર કોડ દ્વારા યાત્રીઓના રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. દરેક ટ્રેનમાં 'ટ્રેન સેફટી ક્રૂ' છે, જે યાત્રીઓની મદદ કરે છે.

.

મનોરંજન: આયર્લેન્ડમાં દર્શકોને એક સીટ છોડીને બેસાડવામાં આવે છે
આયર્લેન્ડમાં ઘણા થિયેટર્સમાં દર્શકોને એક સીટ છોડીને બેસવાનું કહેવામાં આવ્યું છે. ટિકિટનું વેંચાણ પણ એ રીતે જ થઇ રહ્યું છે. અમેરિકાની સૌથી મોટી સિનેમા ચેન્સ એમસી થિયેટર્સ અને રીગલ સિનેમાસ દરેક શોની 50 ટકા ટિકિટ વેચી રહ્યા છે. ઘણા દેશોમાં ફિલ્મ શોઝ વચ્ચે લાંબો ગેપ રાખવામાં આવી રહ્યો છે, જેથી શો પછી થિયેટર સાફ કરવાનો પર્યાપ્ત સમય મળે. જર્મની સહિત ઘણા દેશોમાં ડ્રાઈવ ઈન થિયેટર્સ વધ્યા છે, જ્યાં કારમાં બેસીને ખુલા મેદાનમાં લોકો મોટા પર્દે ફિલ્મ જોઈ રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી