સુરત / કોરોનાની શંકાસ્પદ 40 વર્ષિય મહિલા દર્દીનો રિપોર્ટ આવે તે અગાઉ મોત થતા અંતિમ સંસ્કાર કરાયા

કોરોના શંકાસ્પદ મહિલાનું મોત થતાં પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરી સ્મશાનભૂમી ડિસ ઈન્ફેક્શન કરાઈ હતી.
X

Divyabhaskar.com

Aug 28, 2020, 02:55 PM IST

સુરત. કોરોનાનો કહેર દિવસે દિવસે વધતો જાય છે. શહેરના ફૂલપાડા એકે રોડ પર રહેતી મહિલામાં ગતરોજ (એક એપ્રીલ)ના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતાં. જેથી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલાનો રિપોર્ટ આવે તે અગાઉ જ મોત થતાં આરોગ્ય વિભાગની દેખરેખમાં પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.જો કે બાદમાં મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રએ રાહતનો દમ લીધો છે.

કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા હતા

સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે પારૂલબેન સુનિલભાઈ રાઠોડ (ઉ.વ. 36, રહે. ફુલપાડા, અશ્વિનિકુમાર) દાખલ કરાયા હતા. કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જે નેગેટિવ આવ્યા છે. દરમિયાન પારૂલબેનનું મોત નિપજ્યું છે. હાલ કોરોનાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. મહિલાનું મોત થતા સુરત મ્યુ.કોર્પો. ના અધિકારી આશિષ નાયકના આદેશથી તમામ ક્રિયાઓ કરી અશ્વિનીકુમાર ખાતે અંતિમવિધિ કરી હતી.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી

40 વર્ષીય મહિલામાં શંકાસ્પદ લક્ષણો દેખાયા હતાં. જો કે મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહોતી. સ્મીમેર હોસ્પિટલમાં ગઈકાલે દાખલ થયા બાદ તેના નમૂના લેવામાં આવ્યા હતાં. રિપોર્ટ આવવાનો હજુ બાકી હતો. લોકલ સંક્રમણ થયું હોય તેવું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું હતુ. જો કે મહિલાનો નેગેટીવ રિપોર્ટ આવ્યો છે.

સ્મશાનભૂમિ ડિસ ઈન્ફેકશન કરાઈ

મહિલાના અંતિમ સંસ્કાર અશ્વિનિકુમાર સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યાં છે. આ મહિલામાં કોરોનાના લક્ષણો હોવાથી કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે મહિલાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. બાદમાં અશ્વિનિકુમાર સ્મશાન ભૂમિને ડિસ ઈન્ફેક્શન કરવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી