- બે દિવસમાં 23માંથી 21ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
- 12 પોઝિટિવ કેસમાંથી 4ની ટ્રાવેલ હિસ્ટ્રી નથી
- રાંદેર વિસ્તારમાં માસ ક્વોરન્ટીનો કડક અમલ
Divyabhaskar.com
Aug 28, 2020, 01:15 PM ISTસુરત. શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 12 પર પહોંચ્યો છે. જેમાં પૈકી એકનું મોત થયું છે. જ્યારે બે રિકવર થતા રજા આપી દેવમાં આવી છે. આજે 13 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યાં છે. જે એક 14 વર્ષનો કિશોર છે.બે દિવસ પહેલા રાંદરમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આખા રાંદરે વિસ્તારને માસ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યો છે. જેના કડક અમલ માટે પોલીસ પણ તૈનાત કરાઈ છે. દરમિયાન શંકાસ્પદ લક્ષણો સાથે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ 36 વર્ષીય મહિલાનું મોત થયું છે. જેનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહત અનુભવી છે. દરમિયાન વધુ એક રાહત થઈ હતી કે, સિવિલ હોસ્પિટલમાંથી ત્રીજા પોઝિટિવ દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે.પાલિકાએ પોઝિટિવ વ્યક્તિના નામ સરનામા જાહેર કર્યા છે
પોઝિટિવ આવેલા કેસ
- રિટાબેન નિમેશભાઈ બચકાનીવાલા(ઉ.વ.આ.21) - રહે. હિમસન બંગલો પાર્લે પોઈન્ટ
- ફૈઝલ કરિમ ચુનારા (ઉ.વ.આ.23)- કરિમાબાદ ઘોડદોડ રોડ
- કુમારપાલ રમણીકલાલ શાહ(ઉ.વ.આ.45)- ગૌતમ એપા.કૈલાસનગર
- દિનેશચંદ્ર મહેતા (ઉ.વ.આ.67)- ગીતાંજલિ એપા.નાનપુરા
- ટોહલેડ આરીફ પઠાણ(ઉ.વ.આ.32)- સનસીટી રાંદેર
- રાજેન્દ્ર પોકરમલ બૈદ્(ઉ.વ.આ.62)-જમુના એપા.શક્તિનગર સોસા. પરવત પાટીયા
- પ્રશાંત નરેશ ચૌહાણ(ઉ.વ.આ.26)- કૈલાસ નગર ઉધના
- અહમદ યુસુફ મોદાન (ઉ.વ.આ.67)- કુરેશી સ્ટ્રીટ રાંદેર
- સંદીપ ઘનશ્યામ ભીંગરાડીયા (ઉ.વ.આ.29)-અક્ષરદીપ સોસા.સિંગણપોર ચાર રસ્તા
- મંગેશ વિઠ્ઠલ વનારે (ઉ.વ.આ.22)- હરિધામ સોસાયટી, 120 ફૂટ બમરોલી રોડ
પ્રથમ ત્રણ સાજા થઈ જતા રજા અપાઈ છે જ્યારે ચોથા નબરના વ્યક્તિનું મોત થયું છે.
(નોંધઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બહાર પાડેલી આ યાદી જાહેર જનતાના હિત માટે અહીં આપવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલી વ્યક્તિ સરકારને તરત જાણ કરે એ કોર્પોરેશનનો અને દિવ્ય ભાસ્કરનો મૂળ આશય છે. જેનાથી સુરતની પ્રજાનું હિત જોખમાય નહીં.)
કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવાયા છે
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે પારૂલબેન સુનિલભાઈ રાઠોડ (ઉ.વ. 36, રહે. ફુલપાડા, અશ્વિનિકુમાર) દાખલ કરાયા હતા. કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. દરમિયાન પારૂલબેનનું મોત નિપજ્યું છે. હાલ કોરોનાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. મહિલાનું મોત થતા સુરત મ્યુ.કોર્પો. ના અધિકારી આશિષ નાયકના આદેશથી તમામ ક્રિયાઓ કરી અશ્વિનીકુમાર ખાતે અંતિમવિધિ કરી હતી.
14 વર્ષના કિશોર સહિત 13 દાખલ કરાયા
કોઈ જ ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતાં વેસુ વિસ્તારના 14 વર્ષના કિશોર સહિત ફૂલપાડા, છાપરાભાઠા, પુણાગામ,પાલના દર્દીઓને સ્મીમેર દાખલ કરાયા છે.બાકીના સાત દર્દીઓ દેશના વિવિધ વિસ્તારમાં ટ્રાવેલ કરીને આવ્યાં હતાં. તમામ 13માં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને સ્મીમેર અને સિવિલ અને મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
નવા બંને કેસ લોકલ ટ્રાન્સમિશન
બમરોલીમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરાના ડીમાર્ટમાં કામ કરે છે. મંગળવારે તેને શરદી ખાંસી તાવની અસર જણાતા સિવિલ ખસેડાયો હતો. જ્યાં શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ મોકલાયા હતા.જેમાં યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે સચિનની 36 વર્ષીય મહિલામાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા સારવાર માટે સિવિલમાં આવી હતી. જ્યાં તેના પણ સેમ્પલ તપાસ માટે લેવાયા હતા. જેનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે આવેલા બન્ને પોઝિટિવ દર્દીની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને તેમને કોનો ચેપ લાગ્યો તેની પણ જાણ નથી. જેથી બંને કેસ લોકલ ટ્રાન્સમિશન હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 12 થયો છે. શહેરમાં બે દિવસમાં 23 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાંથી 21 નો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
લોકલ ટ્રાન્સમિશનમાં વધારો
સુરતમાં કોરોના કમ્યુનિટિમાં ફેલાઈ ગયો છે. સુરત શહેર-જિલ્લામાં જે 12 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમાંથી 4ની તો ટ્રાવેલ હિસ્ટ્રી જ નથી. એટલે અન્ય કોઇ કોરોના ઇન્ફેક્ટેડ એવા કેરિયરે આ ચેપ ફેલાવ્યો છે. અન્ય લોકોને પણ તે ચેપ લાગી રહ્યો છે.
ટોટલ 3072 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના
એક વીકમાં ડિમાર્ટમાં આવેલા 1493 ગ્રાહકો મળી 3072 લોકોને SMS કરી કડક સૂચના આપી છે. યુવકના માતા પિતા તેમજ ડીમાર્ટના 3 કર્મચારીઓ સહિત હાલ 5 ને ક્વોરન્ટીન કરાયા છે.