- કતારગામ પીઆઈએ 300 કીટ તૈયાર કરી
- જરૂરીયાતમંદોના ઘરે કિટ પહોંચાડાશે
Divyabhaskar.com
Aug 28, 2020, 01:27 PM ISTસુરત. કોરોનાના કારણે હાલ લોકડાઉનમાં ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવી રહ્યાં છે. કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ બી ડી ગોહિલે પોતાનો જન્મ દિવસ ઉજવવાની જગ્યાએ જરૂરીયાતમંદોની સેવા કરવાનું નક્કી કર્યું છે. પીઆઈએ પોતાના ખર્ચે 300 રાશનની કિટ તૈયાર કરીને આજથી વિતરીત કરીને અનોખી રીતે જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે.
34મો જન્મ દિવસ જરૂરીયાતમંદ સાથે
મૂળ ભાવનગર જિલ્લાના પાટણા ગામમાં જન્મેલા પીઆઈ બી.ડી.ગોહિલ હાલ કતારગામ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે સેવા આપે છે. આજે તેમના 33 વર્ષ પુરા થતાં 34માં જન્મ દિવસ નિમિતે જરૂરીયાતમંદો માટે સેવા કરવાનો સંકલ્પ સાથે કામ કર્યું છે. ગોહિલે પોતાના જન્મ દિવસ નિમિતે લોકડાઉનમાં મુશ્કેલિનો સામનો કરી રહેલા લોકો માટે 300 રાશનની કિટ તૈયાર કરી છે. આ કિટ આજથી વિતરીત કરવાની શરૂઆત કરી હોવાનું જણાવતા પીઆઈ ગોહિલે ઉમેર્યું હતું કે, આ સમયે જન્મ દિવસ ઉજવવા કરતાં દરિદ્ર નારાયણની સેવા કરીને લોકોને સાથ સહકાર આપીને દરેક માનવતાના કરવી જોઈએ. મહત્વપૂર્ણ છે કે, લોકડાઉનના થયું તે દિવસથી કતારગામ પોલીસ મથકમાં ગરીબો માટે રસોડું શરૂ કરવામાં આવ્યું છે.