સુરત / લોક ડાઉનનો કડક અમલ કરાવવા અડાજણમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી

અડાજણમાં પોલીસે ફલેગ માર્ચ યોજીને લોકોને લોક ડાઉનનું પાલન કરવા સંદેશો આપ્યો હતો.
X

  • અડાજણમાં પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી
  • ફ્લેગ માર્ચમાં ઉચ્ચ અધિકારીઓ જોડાયાં

Divyabhaskar.com

Sep 04, 2020, 06:12 PM IST

સુરત. કોરોના વાયરસને લઈને ભારત લોક ડાઉન છે પરંતુ સુરતમાં હજુ પણ લોકો કોઈને કોઈ બહાના કાઢી નિયમનો ભંગ કરી રહ્યા છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી.ફ્લેગમાર્ચ દ્વારા પોલીસે લોકોને સ્પષ્ટ જણાવ્યું હતું કે, હવે પછી 14મી સુધી ઘરમાં નહીં રહેનાર સામે આકરા પગલાં ભરવામાં આવશે.

ઘર બહાર નીકળનારા સામે કડક કાર્યવાહી

કોરોના વાયરસને લઈને ભારત 14 એપ્રિલ સુધી લોક ડાઉન છે ત્યારે સુરતમાં હજુ પણ લોકો કોઈ ને કોઈ બહાના કાઢી બહાર નીકળી રહ્યા છે આવા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. સુરતમાં હવે પોલીસ લોકોના વાહનો ડીટેઈન પણ કરી રહી છે. અડાજણ વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી હતી. પોલીસની ટીમ દ્વારા સમગ્ર અડાજણ વિસ્તારમાં આ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. ઘરની બહાર નીકળી રહેલા લોકો સામે કાર્યવાહી કરી હતી. આ ફ્લેગ માર્ચમાં અડાજણ પોલીસનો સમગ્ર સ્ટાફ, એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતાં. સાથે જ સમગ્ર વિસ્તારનો ચિતાર પણ મેળવ્યો હતો અને લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી