કોરોનાને માત / testસુરતમાં ત્રીજો પોઝિટિવ દર્દી સાજો થતા રજા અપાઈ, કહ્યું, હું જીતી ગયો કોરોના હારી ગયો

ડાયમંડ વર્કર સિવિલ હોસ્પિટલમાંથી એકલો મોપેડ ચલાવીને ઘરે ગયો
ડાયમંડ વર્કર સિવિલ હોસ્પિટલમાંથી એકલો મોપેડ ચલાવીને ઘરે ગયો
X
ડાયમંડ વર્કર સિવિલ હોસ્પિટલમાંથી એકલો મોપેડ ચલાવીને ઘરે ગયોડાયમંડ વર્કર સિવિલ હોસ્પિટલમાંથી એકલો મોપેડ ચલાવીને ઘરે ગયો

  • સગા સંબંઘીઓને જાણ કરી છતા કોઈ લેવા ન આવ્યું
  • કોરોના અંગે હિંમત આપનાર મિત્રનો આભાર માન્યો
  • સિવિલ હોસ્પિટલના ડોક્ટરનો સારવારથી સાજો થયો

Divyabhaskar.com

Nov 03, 2020, 03:50 PM IST

સુરત.

કોરોનાના કારણે મોતને ભેટનાર વૃદ્ધના 1 મિનિટના સંપર્કમાં આવેલા ડાયમંડ વર્કરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલમાં 14 દિવસ સારવાર આપી સાજો કરી રજા આપવામાં આવી હતી. ડાયમંડ વર્કરે જણાવ્યું હતું કે, સરકાર અને નિયમોને ફોલો કરો. સિવિલ હોસ્પિટલના તબીબોની સારવારથી હું સ્વસ્થ થયો છું. હું જીતી ગયો અને કોરોના હારી ગયો.

મૃતકના એક મિનિટના સંપર્કમાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો

ગુજરાત અને સુરતમાં કોરોનાના કારણે મહાવીર હોસ્પિટલમાં વૃદ્ધનું પહેલું મોત થયું હતું. આ વૃદ્ધના 14 દિવસ પહેલા એક મિનિટના સંપર્કમાં મજૂરા ગેટ વિસ્તારમાં આવેલા કૈલાશ નગરમાં રહેતો 45 વર્ષીય ડાયમંડ વર્કર કુમારપાલ શાહ આવ્યો હતો. જેથી તેને તેના મિત્ર કલ્પેશ મહેતાએ સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ માટે હિંમત આપી મોકલ્યો હતો. જેથી કુમારપાલ પત્ની અને બે સંતાનોને મળવા પણ ન ગયો અને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા છેલ્લા 14 દિવસથી સારવાર કરવામાં આવી રહી હતી. દરમિયાન તેમની પત્ની અને બે સંતાનોને પણ ક્વોરન્ટીનમાં ખસેડવામાં આવ્યા હતા. કુમારપાલના છેલ્લા બે રિપોર્ટ નેગેટિવ આવતા આજે રજા આપવામાં આવી છે. Gaurav Pateriya

માનસિક શક્તિ પણ મજબૂત થઈ

કુમારપાલે જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોએ 14 દિવસ સારવાર કરી છે. સારવારથી જ હું આજે ફરી ઉભો થઈ શક્યો છું. મારી માનસિક શક્તિ પણ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. લોકોને સંદેશો આપવા માગું છે કે, આપણી સરકારને ફોલો કરે, નિયમને ફોલો કરે. અટલે જ હું સમજુ છું કે, હું જીતી ગયો કોરોના હારી ગયો. IIT

ખુદ કોરોનાનો રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા

કુમારપાલે વધુમાં જણાવ્યું હતું કે, મારા મિત્ર કલ્પેશભાઈના કારણે જ હું સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. મહાવીર હોસ્પિટલમાં પોઝિટિવ અને મૃતક વૃદ્ધના એક મિનિટના સંપર્કમાં આવ્યો હતો. જેથી કલ્પેશભાઈએ હિંમત આપતા હું ખુદ સિવિલ હોસ્પિટલ પહોંચી રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. કલ્પેશ રોજ મને ફોન કરી હિંમત આપતા હતા.

પત્ની બે સંતાનોને પણ રજા આપવાની શક્યતા

કુમારપાલે વધુમાં જણાવ્યું હતું કે, મારી પત્ની અને બે સંતાનો પણ નવી સિવિલ હોસ્પિટલના ક્વોરન્ટીન છે. તેમને પણ હાલ કોઈ તકલીફ નથી. મને રજા મળી ગઈ છે સાંજ સુધીમાં તેમને પણ રજા મળી જાય તેવી શક્યતા રહેલી છે. સિવિલ હોસ્પિટલમાંથી મારી રજા અંગે સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી. જોકે, મને લેવા કોઈ આવ્યું ન હતું. માત્ર મારા મિત્ર કલ્પેશભાઈ આવ્યા હતા.

હસતા મુખે ઘરે રવાના

કોરોનાને હરાવવામાં સિવિલ હોસ્પિટલના તબીબો ફરી એકવાર સફળ થયા છે. 45 વર્ષીય કુમારપાલ સાજા થઈને હસતા મુખે સિવિલ હોસ્પિટલમાંથી બહાર આવ્યા હતા. કુમાર પાલ ખુદ મોપેડ ચલાવીને ઘરે રવાના થયા હતા. કુમારપાલે સિવિલ હોસ્પિટલના તબીબોનો આભાર પણ માન્યો હતો અને તેમના કારણે તે સાજા થયા હોવાનું જણાવ્યું હતું.

રિકવર થનાર પહેલો દર્દી

લંડનથી આવેલી સુરતની 21 વર્ષની યુવતી સ્વસ્થ થઈ ગત રવિવારે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે આવી હતી. 10 દિવસ સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી. દરમિયાન બે રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.

રિકવર થનાર બીજો દર્દી

ઘોડદોડ રોડના કરીમાબાદ વિસ્તારમાં રહેતો 23 વર્ષીય યુવક શ્રીલંકાથી દુબઇ થઈ 15મીએ સુરત આવ્યો હતો. 19મીએ સિવિલમાં દાખલ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર બાદ રિકવરી આવતા 24 કલાકમાં બે વખત સેમ્પલ લઈ તપાસ કરાતા બંને રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જેથી ગત રોજ રજા અપાઈ હતી.

1. ઇચ્છાઓનું મૃગજળ છે અને મનનું હરણ દોડ્યા કરે છે…

2. હમ હોંસલો સે નહિ, હાથોં સે કિસ્મત બદલતે હૈં

3 ક્યા ભૂલું,ક્યા યાદ કરું...

4.પાન ખાવાથી શીઘ્ર સ્ખલનમાં રાહત મળે?

5. સાડીમાં સજ્જ સલુણીઓને શોભાવતા બ્લાઉઝ

6. લાગે સદા સોહામણી ટેમ્પલ જ્વેલરી

7. લાંબા નખનો શોખ છે પણ પીળા પડી જાય છે!

8. ઘરને પરફેક્શન આપતા પડદા

9. મારી ફ્રેન્ડની સરખામણીમાં જાતીય જીવન બહુ બોરિંગ છે!

10. લાઇફ પાર્ટનરમાં શું હોવું જોઇએ?

11. જુહૂની હોટલ રિગલમાં એક મર્ડર થયું છે, કેન યુ પ્લીઝ કમ?

12. દિવાળીમાં મજા માણો તળ્યાં વગરનાં લો કેલરી ફરસાણની

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી