• Home
  • National
  • Attempts were made by the Chinese to infiltrate, but if the Indian troops stopped, a scuffle ensued; There may be footage of the May 9 incident in Sikkim

ભારત-ચીન અથડામણનો વીડિયો / ચીને ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા, ભારતીય જવાનોએ રોક્યા તો ઝપાઝપી થઈ; 9 મેના રોજ સિક્કિમમાં થયેલી ઘટનાની હોય શકે છે ફૂટેજ

Attempts were made by the Chinese to infiltrate, but if the Indian troops stopped, a scuffle ensued; There may be footage of the May 9 incident in Sikkim
X
Attempts were made by the Chinese to infiltrate, but if the Indian troops stopped, a scuffle ensued; There may be footage of the May 9 incident in Sikkim

  • વીડિયોની લોકેશન અને તારીખ વેરિફાઈ નથી, પરંતુ સૈનિકો માસ્ક પહેરેલા દેખાય છે
  • નોર્થ સિક્કિમના નાકૂ લા સેકટરમાં ગયા મહિને ભારત-ચીનના 150 સૈનિકો સામસામે થયા હતા

Divyabhaskar.com

Jun 23, 2020, 06:28 PM IST

ભારત અને ચીન વચ્ચે વાતચીત દરમિયાન બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલા ઝઘડાનો એક વીડિયો સામે આવ્યો છે. 5 મિનિટના વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ભારતીય સૈનિકો ચીની સૈન્યને બીજી તરફ દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ઝપાઝપી પણ થઈ રહી છે.

ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને પાછા જાઓ તેમ કહેવાનું ચાલુ રાખ્યું, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. એક ચીની સૈનિકે હુમલો કર્યો, ત્યારબાદ ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને ઘેરી લીધાં અને હિંસક અથડામણ શરૂ થઈ.

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર stuxmalware એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોનું સ્થાન અને તારીખ વેરિફાઈ થઈ નથી, પરંતુ સૈનિકો કોરોના માસ્ક પહેરેલા દેખાય છે. તેથી અનુમાન લગાવી શકાય છે કે ફૂટેજ નવા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સિક્કિમની હોય શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી