• Home
  • Sports
  • Bumrah said another option was needed to shine the ball, otherwise the game would be perfectly suited to the batsman

લાળ પર પ્રતિબંધ / બુમરાહે કહ્યું, બોલ ચમકાવવા બીજો વિકલ્પ જરૂરી, નહિ તો રમત સંપૂર્ણપણે બેટ્સમેનને અનુકૂળ થઈ જશે

Bumrah said another option was needed to shine the ball, otherwise the game would be perfectly suited to the batsman
X
Bumrah said another option was needed to shine the ball, otherwise the game would be perfectly suited to the batsman

Divyabhaskar.com

Jun 02, 2020, 06:28 PM IST

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે, બોલ ચમકાવવા લાળ અથવા થૂંકના ઉપયોગ પર પ્રતિબંધ થવાથી તે આની કમી અનુભવશે. તેણે કહ્યું કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બોલરોના હિતોને ધ્યાનમાં રાખીને અન્ય વિકલ્પ આપવો જોઈએ જેથી ક્રિકેટમાં બેટ અને બોલ વચ્ચે બરાબરી જોવા મળી શકે. ICC વીડિયો સીરીઝ 'ઇનસાઇડ આઉટ'માં તેણે ઇયાન બિશોપ અને શોમ પોલોક સાથે વાત કરી હતી. 

બુમરાહે કહ્યું કે બોલ પર લાળનો ઉપયોગ ન થવાથી રમત સંપૂર્ણપણે બેટ્સમેનને અનુકૂળ થઈ જશે. પહેલેથી જ મેદાન નાનું થઈ રહ્યું છે અને વિકેટ ફ્લેટ છે. આવી સ્થિતિમાં, બોલરોને લાળને બદલે બોલને ચમકાવવા માટે બીજો કોઈ વિકલ્પ મેળવવો જોઈએ જેથી સ્વિંગ અથવા રિવર્સ સ્વિંગ મળી શકે.

ઈજાના કારણે બુમરાહ 4 મહિનાથી ટીમની બહાર હતો
છેલ્લા બે મહિનાથી બોલિંગ ન કરી શકનાર આ બોલરે કહ્યું, "ક્રિકેટ ફરી શરૂ થશે ત્યારે મારું શરીર કેવું પ્રતિક્રિયા આપશે તે મને ખબર નથી." હું હાલમાં અઠવાડિયામાં 6 દિવસ પ્રેક્ટિસ કરું છું. પરંતુ તે પણ સાચું છે કે મેં લાંબા સમયથી બોલિંગ કરી નથી.

બુમરાહ આ વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની T-20 શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછો ફર્યો હતો. તે સ્ટ્રેસ ફ્રેક્ચરના કારણે સપ્ટેમ્બરથી ટીમની બહાર હતો.

ટેસ્ટમાં નાના રનઅપથી ફાયદો થયો
શોર્ટ રનઅપને લગતા સવાલ પર બુમરાહે કહ્યું કે મારા ઘરની પાસે ક્રિકેટ રમવા માટે ઓછી જગ્યા હતી. તેથી મેં નાના રનઅપથી બોલિંગ શરૂ કરી. આ મારી ટેવ બની ગઈ. તેણે કહ્યું- મને આનો લાભ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ મળ્યો કારણ કે શોર્ટ રનઅપને કારણે હું ચોથા કે પાંચમા સ્પેલમાં ફ્રેશ હોવ તેવું અનુભવું છું અને મારી સ્પીડ ઘટતી નથી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી